પેરિસ ઓલમ્પિક માટે કરોડોની કિંમતની લક્ઝરિયસ હોટલમાં રોકાયો છે સમગ્ર અંબાણી પરિવાર, સ્વિમિંગ પૂલ ક્લબ હાઉસ પાર્ટી હોલ સહિત જુઓ અન્ય શું છે ખાસ સુવિધા

આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવારના તમામ સભ્યો હાલમાં પેરિસ ઓલમ્પિક 2024 માં ભાગ લઈ રહેલ તમામ ખેલાડીઓને સપોર્ટ કરવા માટે પેરિસ પહોંચ્યા છે જ્યાંથી તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અંબાણી પરિવાર પોતાના પેરિસ પ્રવાસના માહોલ વચ્ચે ફોર સીઝનસ હોટલ જ્યોર્જ નામ ની શાનદાર હોટલમાં રોકાયો છે.

અનંત રાધિકાના લગ્ન બાદ સમગ્ર અંબાણી પરિવાર ઓલમ્પિક 2024 માં પેરિસ દેશમાં પહોંચ્યો હતો જ્યાં તેમને તમામ ખેલાડીઓને સપોર્ટ કરી ખેલ પ્રત્યે પ્રોત્સાહન આત્મવિશ્વાસ અને મનોબળ વધાર્યું હતું. આ સાથે જ તમામ ભારતના વિજેતા ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અંબાણી પરિવાર હંમેશા દેશ પ્રત્યેની નિષ્ઠા અને સેવા કાર્યમાં આગળ રહે છે આ કારણથી જ આજે તેઓ સમગ્ર દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે.

વાયરલ થયેલી તસવીરોમાં મુકેશ અંબાણી,નીતા અંબાણી, આ સાથે જ તેમની દીકરી ઈશા અને તેમના જમાઈ આનંદ પીરામલ પણ જોવા મળી રહ્યા છે. આ બાદ હાલમાં જ વાયરલ થયેલી તસવીરોમાં અનંત અને રાધિકા પણ જોવા મળ્યા હતા. આ કપલ લગ્ન બાદ પોતાના વતન જામનગર પહોંચ્યું હતું જ્યાં તમામ જામનગર વાસીઓ દ્વારા ઢોલ નગારા અને શરણાઈ સાથે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ બાદ હવે કપલ ઓલમ્પિક 2024 ની મજા માણી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં અનંત અને રાધિકા પેરીસ ની ફાઇવસ્ટાર હોટલમાં પ્રવેશ કરતા જોવા મળે છે. નીતા અંબાણી પણ થોડા સમય પહેલા આજ પેરિસની હોટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા જેથી કહી શકાય કે સમગ્ર અંબાણી પરિવાર પેરિસની આ 5 સ્ટાર હોટલમાં રોકાયો હશે. હોટલના સ્ટાફ દ્વારા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સમગ્ર અંબાણી પરિવારની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે આમ તો પેરિસમાં તમામ હોટલ ખૂબ જ શાનદાર છે પરંતુ ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ એ પેરિસની સૌથી પ્રખ્યાત હોટેલ છે.

પેરિસમાં આવેલી કોઈપણ સેલિબ્રિટી મોટેભાગે આ હોટલમાં રોકાવાનું વધારે પસંદ કરતી હોય છે.ઐતિહાસિક ચૅપ્સ-એલિસીસથી થોડે જ દૂર આ શાનદાર અને ભવ્ય હોટલ આવેલી છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ હોટલ તેના ભવ્ય સ્થાપત્ય અને આંતરિક સજાવટ માટે જાણીતી છે.પેરિસની આ હોટલને આઇકોન કહેવામાં આવે છે. આ સાથે જ આ હોટલમાં તમામ સુખ સુવિધા અને સગવડ નો સમાવેશ થાય છે.

આ હોટલની શરૂઆત વર્ષ 1928 માં થઈ હતી. આટલા વર્ષો થયા બાદ પણ હોટલની ભવ્યતા અને આધુનિકતા માં કોઈ ઘટાડો થયો નથી. આ હોટલમાં 240 કરતા પણ વધારે લક્ઝરીયસ રૂમ આવેલા છે. આપને જણાવી દઈએ કે અહીં સૌથી સસ્તા રૂમની કિંમતની શરૂઆત 1.28 લાખથી થાય છે એ વધીને ધીમે ધીમે કરોડો સુધીના રૂમ પણ અહીં જોવા મળે છે. પરંતુ મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા દિવસથી ઓલમ્પિક 2024 ને ધ્યાનમાં લઇ આ હોટલના રૂમ ની કિંમત નું ભાડું બમણું કરી દેવામાં આવ્યું હતું. જેથી એક લાખની કિંમતની રૂમનું ભાડું 5 6 લાખ કરતા પણ વધારે જોવા મળી રહ્યું છે.

આ હોટલની વધારે વિશેષતા ની વાત કરીએ તો તેમાં ક્લબ હાઉસ સ્વિમિંગ પૂલ પાર્ટી હોલ ઓનલાઇન ઓફલાઈન ટિકિટ બુકિંગ જેવી તમામ સુવિધા નો સમાવેશ થાય છે આ હોટલ રાજમહેલ કરતા પણ વિશિષ્ટ રીતે બનાવવામાં આવી છે જેમાં હાલમાં સમગ્ર અંબાણી પરિવાર રોકાણ કરી રહ્યો છે. પરંતુ હજુ સુધી અંબાણી પરિવારના સભ્યો કેટલી કિંમતના રૂમમાં રોકાયા છે તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી પરંતુ આ હોટલ પેરિસની સૌથી કીમતી અને વિશાળ હોટલ માનવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *