ગુજરાતી સંગીતકાર ઉર્વશી રાદડિયા લાલ કુર્તીમાં લાગે છે ખૂબ જ સુંદર, કેપ્શન જોતા ચાહકોએ કર્યા મન મૂકીને વખાણ જુઓ આકર્ષક તસવીરો
ઉર્વશી રાદડિયા એ આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે તેમના સુરને કારણે દરેક લોક ડાયરા ને રાસ ગરબા ના કાર્યક્રમમાં દૂર દૂરથી લોકો ભેગા થતા હોય છે ઉર્વશી રાદડિયા આટલા મોટા પદ પર કલાકાર હોવા છતાં પણ હંમેશા સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાને પોતાની સાથે રાખે છે આ કારણથી જ દરેક લોકોના દિલમાં તેમણે વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે દરેક કાર્યક્રમમાં તેઓ ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે આજે ઉર્વશીબેન રાદડિયા માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં પોતાના લોકડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે.
એક કલાકાર તરીકે સરળ સાદગી સ્વભાવને કારણે જ આજે ઉર્વશી રાદડિયા ના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી આજના સમયમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે.
સંગીતના ક્ષેત્રમાં ઉર્વશી રાદડિયાએ આજે પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે માત્ર એટલું જ નહીં પરંતુ સંગીત ક્ષેત્રને સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં ઉજાગર કરી લોકોને ગર્વ અપાવ્યું છે આ કલાકારને કારણે જ આજે ગુજરાતી લોકસંગીત સાહિત્ય અને કળા દરેક લોકો સુધી પહોંચી છે. ઉર્વશી રાદડિયા પોતાના ચારકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા જોડાયેલા રહે છે અને લોક ડાયરા રાસ ગરબા અને અંગત જીવનની અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા હોય છે જેમાં તેમના ચાહકો તરફથી કોમેન્ટ અને લાઈકના માધ્યમથી ખૂબ પ્રેમ સાથ અને સહકાર જોવા મળે છે.
હાલમાં ઉર્વશી રાદડિયા એ વાયરલ કરી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર કુર્તીમાં આકર્ષક અંદાજમાં અલગ અલગ પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું. લાલ અને બ્લેક કલરના કોમ્બિનેશન સાથે કુર્તી ખૂબ જ સુંદર લાગી રહી છે આ તસવીરોને અત્યાર સુધી 4000 કરતાં વધારે લાઈક અને કોમેન્ટ મળી હતી તસ્વીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે તું હે તો દિલ ધડકતા હૈ. આ તસવીર સાથે કેપ્શન પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.