ઈદ નો તહેવાર માતમ માં ફેરવાયો!! ત્રણેય મુસ્લિમ મિત્રોના ડેમમાં ડૂબી જવાથી એક સાથે ત્રણ મિત્રો ના મોત લાશના એવા થયા હાલ કે…
ગુજરાતના પંચમહાલ વિસ્તારમાંથી ઇદના નો તહેવાર માતમ માં ફેરવાઈ ગયો હતો. શહેરા તાલુકામાં આવેલા પાનમડેમ સિંચાઈ કેનાલમાં ડૂબી જવાથી ત્રણ મુસ્લિમ યુવકોના દર્દનાક રીતે મૃત્યુ થયા હતા. એક જ પરિવારના બે સભ્યો મૃત્યુ થવાથી ઇદના દિવસે જ સમગ્ર પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થયો હતો.
સમગ્ર ભારતમાં ઈદ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેવામાં ઇદ ના દિવસે ત્રણ ભાઈઓના ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું હતું.આ સમાચાર થી લુણવાડા ના કોઠંબા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ ત્રણેય પરમ મિત્ર ડેમનો નજારો જોવા માટે ઈદના પાવન પર્વ પર ભેગા થયા હતા પરંતુ આ જ પર્વ તેની માટે માતમ માં ફેરવાઈ ગયો હતો.
પરંતુ ડેમ જોતા અચાનક જ પગ લપસી જતાં એક યુવક પાણીના ઊંડા પ્રવાહમાં પ્રવાહ માં ડૂબી ગયો હતો. આ બાદ બને મિત્રો તેને બચાવવા જતાં તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આસપાસના લોકો તુરંત તેને બચાવવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તેને બચાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા હતા.
ઘટનાની જાણ થતા તુરંત બચાવ કામગીરી ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આબાદ અને પ્રયાસો પછી એક યુવકના મૃતદેહ ને બહાર કઢાવ્યો હતો ત્યારે બાકીના બે મૃતદેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.