ભક્તોની આતુરતાનો આવ્યો અંત!! કેદારનાથ ધામ ના ખુલ્યા દ્વાર, ઢોલ નગારા શરણાઈ સાથે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી જોવા મળ્યા ખુશીના આંસુ જુઓ વાયરલ તસવીરો

દરેક લોકોનું સપનું જીવનમાં એકવાર કેદારનાથ જવાનું હોય છે. કારણ કે કેદારનાથમાં સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ અનુભવ થાય છે.તેવા માં અખાત્રીજના પાવન પર્વ પર કેદારનાથના દ્વાર ખુલતા ની સાથે જ ભક્તોની આતુરતાનો અંત આવ્યો હતો. આ બાદ હવે ચારધામની યાત્રાનો પ્રારંભ થશે. દ્વાર ખુલતા ની સાથે જ દરેક ભક્તોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા તથા ઢોલ નગારા સાથે કેદારનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

આ પ્રસંગ નિમિત્તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પોતાના સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમને પણ ભગવાન મહાદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે સાથે અનેક ભક્તોએ પ્રથમ દિવસે જ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે દરેક ભક્તો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ સાથે અન્ય ત્રણ ધામો ના દરવાજા બારમે ના રોજ ખોલવામાં આવશે.

ઉતરાખંડના મુખ્યમંત્રી પોતાના અનુભવ જણાવતા કહે છે કે અનેક ભક્તો અને યાત્રાળુઓ આ યાત્રાની રાહ જોતા હોય છે. આ પવિત્ર દિવસ આવ્યો અને કેદારનાથના દ્વાર ખુલ્યા. અહી શ્રદ્ધાળુ પહોંચ્યા છે અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હું સૌને મારી શુભેચ્છા પાઠવું છું અને આપ સૌનું સ્વાગત કરું છું. અહીં પહેલી પૂજા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર શ્રી મોદી ના નામે કરવામાં આવી હતી. અહીં ભક્તોએ મહાપૂજા અને મહાઆરતી નો લાભ લીધો હતો.

કેદારનાથના દ્વાર ખોલતાની સાથે જ લોકોએ હર હર મહાદેવના નારા લગાવી ઢોલ નગારા સાથે આ માહોલને વધુ આનંદમય અને ઉત્સાહ થી મનાવ્યો હતો. બાબા કેદારનાથના દ્વાર સવારે 7:00 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. આસપાસના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર વાયરલ વીડિયોમાં લાગી રહ્યા છે.

સાથે સાથે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આપ સૌને યાત્રા સલામત રહે અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અને સુરક્ષા જાળવો આવી અમારી પ્રાર્થના છે. યાત્રા દરમિયાન બાળકો વૃદ્ધો મહિલાઓને તમામ લોકો માટે આસપાસના વિસ્તારમાં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં તો આ સમાચાર દરેક ભક્તો માટે ખુશીના બન્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *