કેદારનાથ મંદિર બાદ બદ્રીનાથ મંદિરના ખુલ્યા દ્વાર, ભક્તોની આતુરતાનો આવ્યો અંત હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા જુઓ વાયરલ વિડિયો અને તસવીરો
અખાત્રીજના પાવન પર્વ એ ચારધામમાં કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા હતા. આ સાથે જ દરેક ભક્તોની આતુરતાનો અંત આવ્યો હતો અને લોકોએ ઢોલ નગારાને શરણાઈ સાથે કેદારનાથ મંદિરના પરિસરમાં બાબા કેદારનાથના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સમગ્ર મંદિરને સ્વર્ગ કરતા પણ વિશિષ્ટ રીતે શણગારવામાં આવ્યું હતું આ સાથે ભક્તોની યાત્રાની શરૂઆત થઈ હતી.
કેદારનાથ મંદિર બાદ વૈદિક મંત્રોચ્ચાર મહાપુજા અને મહાઆરતી સાથે સવારે છ વાગ્યે બદ્રીનાથ ધામના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ ભક્તોનું હેલિકોપ્ટરમાં પુષ્પ વર્ષા સાથે સ્વાગત કર્યું હતું. યાત્રાના પ્રથમ દિવસે જ 20,000 કરતાં વધારે ભક્તો બદ્રીનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોકોએ બદ્રીનાથ ભગવાનનો જય જય કાર કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
આ પાવનધામમાં દ્વાર ખુલતા ની સાથે જ લગભગ 20000 કરતાં વધારે ભક્તોએ દર્શનનો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો. બદ્રીનાથ મંદિરના દ્વાર 6 મહિના બાદ ફરીવાર ખુલતા ભક્તોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. આ સાથે સાથે યાત્રાધામ સાથે જોડાયેલા અનેક મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા હતા.અનેક જગ્યાએ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આ વર્ષે ચાર ધામના અનેક જગ્યાએ કથા વાર્તા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાવા માટે જઈ રહ્યા છે. આ યાત્રા એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં શરૂ કરવામાં આવે છે જેમાં માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક ભક્તો યાત્રામાં સામેલ થઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે સમગ્ર ભારતમાં આ યાત્રાનું અનેરૂ મહત્વ છે હાલમાં તો કેદારનાથ અને બદ્રીનાથ ભગવાનના દ્વાર ખુલતાની સાથે જ ભક્તો ખૂબ ખુશ થયા હતા.