ધંધાનો મુખ્ય સ્ત્રોત એટલે આવક
ધંધાનો મુખ્ય પાયો અથવા તો તેનું પરિણામ તેની આવક ઉપર રહેલું છે. દરેક વ્યક્તિ ધંધો અથવા તો નોકરી પોતાની યોગ્ય આવક અને એ જ આવકથી પોતાનું સારું ભવિષ્ય તૈયાર કરતો હોય છે. આવક દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વનો અંગ હોય છે કારણ કે તે જ આ વખતે તે પોતાના તથા પોતાના પરિવારના સપના પૂરા કરતો હોય છે. ખરેખર આવક એટલે પોતાના કાર્યથી સંતોષ થઈ મળતું પરિણામ તેનું નામ જ આવક. મોટા મોટા ઉદ્યોગપતિઓ તથા નોકરીયાત લોકો પણ આવક ઉપર આધાર રાખતા હોય છે. તો ઘણા લોકો પોતાની આવકમાંથી સેવિંગ કરી ભવિષ્યની મૂડી તૈયાર કરતા હોય છે. આવકમાંથી થતી બચત તે આપણા મોટાભાઈ સમાન હોય છે જેવી રીતે મુશ્કેલના સમયમાં મોટાભાઈ મદદ કરી મુશ્કેલીને દૂર કરતા હોય છે.
તેવી જ રીતે મુશ્કેલીના સમયમાં બચત કરેલી મૂડી અથવા તો આવક આપણને ઘણી મદદરૂપ થતી હોય છે તેથી જ આજના દરેક વ્યક્તિઓ બચત ઉપર વધારે આધાર રાખી રહ્યા છે પરંતુ ઘણા વ્યક્તિઓ પોતાની આવકનો યોગ્ય ઉપયોગ કરતા નથી અને તે આવક આવતાની સાથે જ વેડફી દેતા હોય છે અંતે તેઓ મુશ્કેલીના સમયમાં મૂડી શોધવામાં લાગી જતા હોય છે પરંતુ દરેક લોકોએ આજના આ સમયમાં આવકમાંથી યોગ્ય બચત કરી ભવિષ્ય માટે મૂડી તૈયાર કરવી જોઈએ ઘણીવાર વ્યક્તિ ખૂબ જ કમાણી કરે છે.
તેની આવકમાંથી તેને કઈ દેખાતું નથી તેની માટે આપણે યોગ્ય આવકનો સ્ત્રોત તૈયાર કરી તેમાંથી આપણે બચત કરવી જોઈએ. ઘણા વ્યક્તિઓ ખૂબ જ લાંબા સમયથી નોકરી કરતા હોય છે પરંતુ તેને ધંધો શરૂ કરવાનું સપનું હોય છે પણ તેની પાસે યોગ્ય મૂડી હોતી નથી તેથી જ તેઓ નોકરીની આવકમાંથી બચત કરીને ધંધા માટેની યોગ્ય મૂડી તૈયાર કરે છે અને અંતે તેઓ સફળ ઉદ્યોગપતિ થઈ પોતાનો ધંધો શરૂ કરતા હોય છે તેથી જ આવકમાં એ તાકાત છે.
તે કોઈ પણ વ્યક્તિને નાના માંથી મોટો બનાવી શકે છે પરંતુ આવકનો યોગ્ય ઉપયોગ કરવો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી બની ચુક્યો છે. તેની માટે આવકનો ઉપયોગ કરવા માટે યોગ્ય યોજના તથા વ્યુહરચના બનાવી ખૂબ જ જરૂરી છે.
આજે દરેક ધંધાદારી તથા નોકરીયાત વર્ગને આવકની ખૂબ જ જરૂર હોય છે કારણ કે આ આવક થકી જ તે પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હોય છે પરંતુ ઘણા વ્યક્તિઓને પોતાની આ વખતે સંતોષ થતો નથી તેથી જ તે ઘણી બધી જગ્યાએ પોતાના ધંધા તથા નોકરીઓનો વિકાસ કરે છે. જેથી કરીને પોતાની યોગ્ય આવક દ્વારા કુટુંબની જરૂરિયાત તથા તેના સપનાઓ પૂરા કરી શકે. ઘણા લોકોને પોતાના કાર્યથી સંતોષ મળતો નથી છતાં પણ તેઓ પોતાના કાર્યમાં સંઘર્ષ કરીને આવકમાં વધારો કરતા હોય છે. ઘણી ખરી કંપનીઓ પણ આવક ઉપર યોગ્ય બોનસ આપી પોતાના કંપનીમાં કામ કરતા લોકોને ખુશ કરી દેતા હોય છે. જેથી કરીને તે આવકના આધારે પોતાની કંપની પ્રત્યેનો વિશ્વાસ વધારી શકે તેથી જ કહી શકાય કે આવક એ કોઈપણ વ્યક્તિનો વિશ્વાસ વધારી શકે છે.
આજના સમયમાં આવક એ ખૂબ જરૂરિયાત અંગ બની ગયું છે કારણ કે દરેક વ્યક્તિ પોતાની આવકથી જ ઓળખાય છે. જે વ્યક્તિની આવક વધારે હોય છે તે વ્યક્તિનું સ્થાન પોતાના સમાજ તથા પોતાના પરિવારમાં ઉચ્ચ હોય છે. આજે દરેક વ્યક્તિ જે પણ કામ કરે છે તેમાં તેનો મુખ્ય ઉદ્દેશ આવક જ હોય છે તેથી જ કહી શકાય કે દરેક વ્યક્તિ આવક પર જ નિર્ભર હોય છે. આ વખતે જ દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય બનાવતો હોય છે તથા આવનારા ભવિષ્ય વિચાર કરતો હોય છે. વ્યક્તિ હંમેશા પોતાની આવક વધે તેવા જ પ્રયત્નો થકી દરેક કાર્ય કરતો હોય છે. આજના સમયમાં આવકમાંથી બચત કરવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે કારણ કે બચતથી જ વ્યક્તિ વધારે સમૃદ્ધ બનતો હોય છે. આવક કરતા પણ વધારે આવકમાંથી થતી બચત તમને વધારે અમીર બનાવે છે.
તેથી જ દરેક લોકોએ આ બચતનો ગુણ પોતાના જીવનમાં અપનાવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તમારી આવક ઓછી થવા છતાં પણ તમે તમારી બચતના પૈસા થતી કોઈપણ મુશ્કેલીમાંથી પોતાનો માર્ગ બનાવી તેમાંથી બહાર નીકળી શકો અને પોતાની ધંધા તથા નોકરીમાં એક નવી શરૂઆત કરી શકો. આ રોગચાળા તથા કોરોના જેવી મહામારીમાં આપણને આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી પરંતુ જે વ્યક્તિના જીવનમાં બચત હતી તે વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવી શક્યો હતો તેથી જ કહી શકાય કે બચત એ મુશ્કેલીમાં આવતા મિત્ર સમાન છે. જેવી રીતે મિત્ર આપણને મુશ્કેલીના સમયમાં મદદ કરે છે.
તેવી જ રીતે આપણને આવકમાંથી કરેલી બચત કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે બચત એટલે કે કોઈપણ જાતની મહેનત કર્યા વગરની મૂડી છે કારણ કે આપણી આવકમાંથી આપણે ધીરે ધીરે થોડા ઘણા પૈસા બચાવતા હોઈએ છીએ જેથી કરીને આપણે આવક ઓછી થવા છતાં પણ આગળ વધી શકીએ છીએ તેથી જ દરેક લોકોએ બચત કરી આગળના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવી જોઈએ આવકનો સ્ત્રોત આપણી પાસે ઘણા બધા હોય છે પરંતુ વ્યક્તિ ત્યાં જઈને ઉભો રહે છે જ્યાંથી તેને વધારે આવક મળી શકે સફળ ઉદ્યોગપતિઓ પોતાની આવકનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે છે પરંતુ ઘણા વ્યક્તિઓ પોતાની આવકને વેડફી દેતા હોય છે. આવક વિશેની રચના હોવી ખૂબ જ જરૂરી છે.