મેરેજ બ્યુરોમાં જનારા સાવધાન!! મેરેજ બ્યુરોના સંચાલક દ્વારા યુવકને ફસાવી ખોટા લગ્ન કરાવી પાંચ લાખની છેતરપિંડી જાણો શું છે સમગ્ર મામલો
હાલ સમગ્ર દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તેવા સમયમાં લૂટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ સામે આવતા થયા છે થોડા સમય પહેલા એસી લાખ કરતાં વધારે ની છેતરપિંડી લુટેરી દુલ્હન દ્વારા કરવામાં આવી હતી આ મામલાને હજુ વધારે દિવસ થયા નથી તેવામાં બીજો લૂંટેરી દુલ્હનનો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા નજીક વેમાલી વિસ્તારમાં રહેતો યુવક ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતો હતો. આ સાથે તે પોતાના લગ્ન માટે યુવતી શોધી રહ્યો હતો તેવા સમયમાં મેરેજ બ્યુરો સંચાલકોએ તેના પાસેથી પાંચ લાખ રૂપિયા માંગી ઔરંગાબાદની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.
પરંતુ લગ્નના થોડા દિવસો બહાર જ્યારે યુવક પોતાના ધંધા માટે બહાર ગયો ત્યારે યુવતી તેનો ફાયદો ઉઠાવી ઘરમાંથી મંગળસૂત્ર દાગીના અને ઘરેણા સહિત 12000 રૂપિયા રોકડા લઇ ફરાર થઈ ગઈ હતી. યુવકને આ વાતની જાણ થતા ની સાથે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી પોલીસને એ કોઈ ખાસ સબૂત મળ્યું નથી.
યુવકના જણાવ્યા અનુસાર એ પોતાના ગામમાં એકલો રહે છે અને તેના માતા પિતા નથી. યુવકે જણાવ્યું હતું કે તે લગ્ન માટે યુવતી ની શોધમાં હતો ત્યારે તેનો સંપર્ક ઉમા ચાર રસ્તા પાસે આવેલ શ્રીનાથજી બ્યુરોની માલિક સેજલ જોષી સાથે થયો હતો.
આ મેરેજ બ્યુરો સાથે જોડાયા પછી યુવકને સારી યુવતી બતાવવા માટે કહ્યું હતું. આ બાદ યુવકને મેરેજ બ્યુરો દ્વારા અમદાવાદના મેરેજ બ્યુરો સંચાલક કિરણ ઝાલા સાથે સંપર્ક કરાવવામાં આવ્યો.આ બાદ બંને મેરેજ બ્યુરોના સંચાલકોએ ભેગા મળી ઔરંગાબાદમાં રહેતી દીક્ષા સાથે યુવકની મુલાકાત કરાવી 26 ફેબ્રુઆરી ના રોજ ત્રણ વાગ્યે રોયલ રેસ્ટોરન્ટમાં લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન બાદ મેરેજ બ્યુરોમાં નક્કી થયેલ રૂપિયા ₹2,72,000 બંને મેરેજ બ્યુરોના સંચાલકોને યુવક દ્વારા આપવામાં આવ્યા હતા.
લગ્ન બાદ યુવક અને યુવતીએ બંને એકસાથે ઘણો સમય પસાર કર્યો. દસ દિવસ બાદ અચાનક યુવતી અમદાવાદના મેરેજ બ્યુરો સંચાલક ના ઘરે ગઈ ત્યારબાદ તે પાછી યુવક પાસે આવી ગઈ. આ દરમિયાન તેના માતા પિતા પણ રોકાવા માટે આવ્યા હતા તે થોડા સમય રોકાયા બાદ ફરી પોતાના વતન પાછા ચાલ્યા ગયા હતા પરંતુ આ બાદ જ્યારે યુવક પોતાના ધંધા માટે બહાર ગયો હતો ત્યારે યુવતીએ આ સમયનો ફાયદો ઉઠાવી ઘરમાંથી તમામ સોના દાગીના અને 12,000 રોકડા લઈ ફરાર થઈ ગઈ હતી.
યુવકને આ વાતને જાણ થતા ની સાથે તેને તાત્કાલિક મેરેજ બ્યુરોનો સંપર્ક કર્યો અને મેરેજ બ્યુરોના સંચાલકો દ્વારા જાણવા મળ્યું કે અમે તેના ઘરે આવી શકીશું નહીં તારે જે કરવું હોય તે કર આ બાદ યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટોળકી ઠગ હોવાનું બહાર આવ્યું હતું અને તાત્કાલિક પોલીસ દ્વારા બંને મેરેજ બ્યુરોના સંચાલકોની ધરપકડ કરી પાંચ લાખના ગુના ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સાથે સાથે યુવતી ની તપાસ પણ તાત્કાલિક હાથ ધરી હતી.