ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો ચેતી જજો!! ટ્રેન ની બારી માંથી સેકન્ડોમાં ચોરી થયો મોબાઈલ ત્યારબાદ એવું થયું કે જુઓ વાયરલ વિડિયો
દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. માત્ર એટલું જ નહીં પરંતુ ચોરી લૂંટફાટ ની અનેક ઘટનાઓ પણ બનતી હોય છે. ટિકિટના પુરા પૈસા આપ્યા હોવા છતાં પણ મુસાફરોને યોગ્ય વ્યવસ્થા મળતી નથી જેને કારણે ઘણી વાર રેલવે વિભાગ સામે વિરોધ દર્શાવવામાં આવતો હોય છે. આવી અનેક ઘટનાઓના સમાચાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે.
હાલમાં જ વાયરલ થયેલા વિડિયો એ દરેક લોકોને ચોંકાવી દીધા છે. આપણે ઘણી વાર જોયું હશે કે લોકો મુસાફરી દરમિયાન પોતાનો મોબાઇલ વિન્ડો સીટ પાસે ચાર્જિંગ કરવા મૂકતા હોય છે. હાલના વાયરલ થયેલા વીડિયોમાં કંઈક આવી જ ઘટના બને છે કે વિન્ડો સીટ પાસે બેઠેલા મુસાફરે પોતાનો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે મુક્યો છે. તેવામાં અચાનક બારીની બહાર ઉભેલા ચોરે ફાયદો ઉઠાવી પલક વારમાં મોબાઈલ લઈ ભાગી ગયો હતો.
ટ્રેન શરૂ થતા ની સાથે જ તરત બારીની અંદર હાથ નાખી મોબાઈલ ચોરી લીધો હતો. ટ્રેન ની ગતિ વધવાને કારણે વ્યક્તિ પણ તે ચોરને પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. મુસાફરે ઘણી બુમાબૂમ કરી પરંતુ ચોર તેનાથી ઘણો દૂર ભાગી ગયો હતો. રેલ્વે સ્ટેશન પાસે ઘણા મુસાફરો જોવા મળી રહ્યા છે પરંતુ ચોરની બીકથી કોઈ પણ તેમને પકડવાની કોશિશ કરતો નથી આ કારણથી જ ચોરની હિંમત ઘણી વધતી હોય છે આવા ચોર સામે પબ્લિકે પણ સજાગ થવું જોઈએ અને ચોરીની ઘટનાને ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ.
આવી અનેક ઘટનાઓએ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ચિંતા વધારી દીધી છે ચોરીની ઘટના રેલવે સ્ટેશનની આસપાસ દિન પ્રતિ દિન વધતી જોવા મળે છે જેને કારણે સરકાર દ્વારા સીસીટીવી કેમેરાની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે જેથી આવા ચોરી કરતા વ્યક્તિઓ પર કડક નજર રાખી તેમની ધરપકડ કરી શકાય પરંતુ આવી ઘટનાઓમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી જેને કારણે મુસાફરી કરતા લોકો પણ વિચારવા માટે મજબૂર થઈ ગયા છે. હાલમાં તો આ ઘટનાએ ચારેકોર ચિંતાનો માહોલ ઉભો કરી દીધો છે.