કરોડોનું દેવું કરનાર વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલીયા આ સુંદર યુવતી સાથે કરશે લગ્ન, લંડનમાં કરોડોના ખર્ચે ફંકશનની ધમાકેદાર શરૂઆત જુઓ વાયરલ તસવીરો
કરોડો રૂપિયાનું દેવું કરી વિદેશમાં ભાગી જનાર વિજય માલ્યા નો પુત્ર લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યો છે જેના સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વિજય માલ્યા નો પુત્ર સિદ્ધાર્થ તેની ગર્લફ્રેન્ડ જેસમીન સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરશે. સિદ્ધાર્થે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસ્વીર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે લગ્નના અઠવાડિયા શરૂ થઈ ચૂક્યા છે આ તસવીરોમાં બંને એકબીજાને પ્રપોઝ કરતા જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થ અને તેની ગર્લફ્રેન્ડને લગ્ન પહેલા ખૂબ જ આકર્ષક અંદાજ સાથે અલગ અલગ પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું. સિદ્ધાર્થ એ પોતાની ગર્લફ્રેન્ડને 2023 માં પ્રપોઝ કર્યું હતું. આ બાદ બંને લોકો અનેક જગ્યાએ એક સાથે જોવા મળ્યા હતા અને હાલમાં ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે.

આ લગ્ન લંડન ની શાનદાર જગ્યાએ થવા જઈ રહ્યા છે. અનેક સેલિબ્રિટી હોય સિદ્ધાર્થ અને તેની ગર્લફ્રેન્ડ ની તસ્વીરો શેર કરી આ ખુશીના સમાચાર તેમના ચાહકોને આપ્યા હતા. તસવીરો જોતા ની સાથે જ અનેક લોકોએ પોતાના અલગ અલગ મંતવ્યો અને પ્રતિસાદ દર્શાવ્યા હતા ઘણા લોકોએ અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ તસવીરોમાં સિદ્ધાર્થ માલ્યા પોતાની ગર્લફ્રેન્ડને એક ઘૂંટણ પર બેસી ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે સિદ્ધાર્થ માલીયા ની ગર્લફ્રેન્ડ પણ ખૂબ જ સુંદર અને રૂપ રૂપનો અંબાર છે. જેની સામે ફિલ્મની અભિનેત્રી પણ પાછી પડે છે. લગ્નના ફંકશનનો અત્યારથી જ ખૂબ જ ધામધૂમથી શરૂ કરી દેવામાં આવ્યા છે.

આ ફંકશન ની તસ્વીરોમાં સિદ્ધાર્થ ગુલાબી પેન્ટ સાથે વાઈટ શર્ટ માં જોવા મળ્યો હતો જ્યારે તેની ગર્લફ્રેન્ડ વાઈટ આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ફંકશનમાં બોલીવુડ હોલીવુડના અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા.

આ સાથે સાથે અનેક લોકોએ બંનેની જોડીના ખૂબ જ વખાણ કર્યા હતા. રિતિક રોશન ની પત્ની સુએઝ ખાને પણ અભિનંદન પાઠવી પોતાની ખુશીઓ લોકો સમક્ષ વ્યક્ત કરી હતી. આ પહેલા સિદ્ધાર્થ માલીયા દીપિકા પાદુકોણને પણ ડેટ કરી ચૂક્યો છે.
આપ સૌ લોકો જાણતા હશો કે સિદ્ધાર્થ માલીયા ના પિતા વિજય માલ્યા આઈ પી એલ ટીમ આરસીબીના માલિક રહી ચૂક્યા છે આ કારણથી તેમનો પુત્ર અનેકવાર દીપિકા પદુકોણ સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. પરંતુ હાલમાં તો માલીયા પરિવારમાં શરણાયો ગુંજવા લાગી છે.