તારક મહેતા શોમાં બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરીયાની સંઘર્ષ ની કહાની સાંભળી તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે એક સમયે માત્ર ₹700 માં કરતો હતો કામ પરંતુ આજે એક શો ના વસૂલ કરે છે અ ધ ધ ધ ધ ધ ધ રૂપિયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો આજે દરેક લોકોની પહેલી પસંદ બની ચૂકી છે. વર્ષ 2008 થી સતત મનોરંજન કરાવતો કાર્યક્રમ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ શો ના અનેક પાત્રોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને લોકપ્રિય બનાવવામાં પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે અને આ જ કારણથી આજે લાખો ચાહકોના દિલમાં આ શો એક ઓળખ બની ગયો છે. આ શો માત્ર દર્શકોને મનોરંજન જ નહીં પરંતુ પરિવાર વિશેની લાગણી અને ભાવના સંપ પ્રેમ સમજાવતું એક ઉદાહરણ છે પરિવારના તમામ સભ્યો એક સાથે બેસીને આ શો ને નિહાળી શકે છે.
આપ સૌ લોકો તારક મહેતાના શોમાં બાઘા નો રોલ નિભાવનારને ઓળખતા જ હશો. તેનું અસલી નામ તનમય વેકરીયા છે. આ પાત્ર ખૂબ જ અલગ હોવાથી લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. પરંતુ આ અભિનેતાની સીરીયલની બહારની ઓળખ બિલકુલ અલગ છે. તેને અનેક ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ તન્મય વેકરીયા એટલે કે બાઘા એ આ સફળતા સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે.

તન્મય વેકરીયા નો જન્મ સુરત ના ખૂબ જ મધ્યમ પરિવારમાં થયો હતો. તન્મય બાળપણથી જ અભિનેતા બનવા માંગતો હતો તેથી તે સ્નાતક થયા બાદ થિયેટરમાં કામ કરતો હતો. 30 વર્ષની ઉંમરમાં તન્મય એ લગ્ન કર્યા હતા. તન્મય એ અભિનયની દુનિયામાં સફળ થવા માટે અનેક સંઘર્ષો કર્યા છે તેથી જ આજે બાઘા નામથી પ્રખ્યાત અભિનેતા તન્મય સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે.

થિયેટરમાં ગયા બાદ તે વધારે કમાણી કરી શક્યો નહીં તેથી તેના પિતાએ વધારે કમાણી થાય તેના માટે નોકરી કરવા માટે કહ્યું હતું. આ બાદ તે તેના મામા સાથે મુંબઈમાં સીએની નોકરી જોઈન કરી. પરંતુ તેના મામા તેને માત્ર ₹700 જ પગાર આપતા હતા. આ પગાર તેના ખર્ચાને પહોંચી શકતો ન હતો. તેથી જ તેણે નોકરીની સાથે સાથે થિયેટરમાં જવાનું શરૂ કર્યું. ત્યાં તેને દિશા વાકાણી ના નાટકમાં કામ કરવાનો મોકો મળ્યો.

અહીંથી જ તેમની પ્રથમ સફળતાનું શિખર પ્રાપ્ત થયું હતું. અનેક સંઘર્ષ કર્યા બાદ એક શો માં સ્મૃતિ ઈરાની ના નાના ભાઈ તરીકે પાત્ર નો રોલ મળ્યો. તન્મય વેકરીયા એ પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે તેને સતત દસ વર્ષ સુધી અભિનયની દુનિયામાં સફળ થવા માટે ખૂબ જ સંઘર્ષો કર્યા હતા તે ઘણીવાર ડિપ્રેશનમાં પણ ચાલી ગયો હતો પરંતુ તેને હાર ન માની હતી. આ બાદ વર્ષ 2010માં તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરવાનો ચાન્સ મળ્યો. આજ તેની સફળતાની શરૂઆત હતી.
આ અભિનેતાએ એફઆઇઆર ઘર ઢુંઢોગે ભલે પધાર્યા સમય ચક્ર ઘર ઘર કી બાત જેવા અનેક ટીવી શોમાં કામ કર્યું છે લોકોને આ દરેક સિરિયલમાં તેમનો રોલ ખૂબ જ પસંદ આવ્યો હતો તેથી જ આજે તન્મય વેકરીયા દરેક લોકોના દિલમાં ચમકતો ચહેરો બની ગયો છે. તારક મહેતાના શોમાં તેને એક અલગ જ ઓળખ મળી હતી.₹700 ના પગારથી લઇ આજે તનમય વેકરીયા એક શો નો ચાર્જ 22 થી 27,000 લે છે. ખરેખર તન્મય વેકરીયા એટલે કે બાઘાની સંઘર્ષ ગાથા ખૂબ જ કઠિન રહી હતી પરંતુ આજે તે લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે.
