વિદેશ જનારા સાવધાન!! જમીન વેચીને યુવકને ઓસ્ટ્રેલિયા મોકલ્યો,પરંતુ યુવકના એવા હાલ થયા કે તમે સાંભળી પણ નહીં શકો
આજના સમયમાં અનેક ભારતના યુવાનો વિદેશ તરફ આગળ વધી રહ્યા છે પરંતુ આ માહોલ વચ્ચે વિદેશની ધરતીમાંથી પણ અનેક યુવાનોના હત્યા આત્મહત્યા અને અકસ્માતના કિસ્સાઓ સામે આવવાના કારણે આવનારા સમયમાં જનારા વિદ્યાર્થીઓને વાલીમાં ચિંતા નો માહોલ બની ગયો છે.હાલ માં જ ઓસ્ટ્રેલિયામાં એક વિદ્યાર્થીની ચાકુ મારી ને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ દરેક વિદ્યાર્થી અને વાલીઓને ચોંકાવી દીધા હતા.

આ સમગ્ર ઘટના બે વિદ્યાર્થીઓના ઝઘડા વચ્ચે બની હતી મૃતક યુવકની ઉંમર માત્ર 22 વર્ષની છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. માત્ર બાવીસ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હોવાથી ચંદીગઢમાં રહેતો યુવકનો પરિવાર શોકના માહોલમાં ગર્કાવ થયો હતો પરિવારોના જણાવ્યા અનુસાર મૃતક યુવક જુલાઈમાં વેકેશનનો સમય પસાર કરવા માટે પોતાના ઘરે પરત ફરવાનો હતો. પરંતુ તે પહેલા જ વિદેશમાંથી તેના મૃત્યુના સમાચાર સાંભળવા મળ્યા હતા.

મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં એમ ટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. આ યુવકનું નામ નવજીત છે અને તેનો પરિવાર હરિયાણાના કરનાલ માં વસવાટ કરે છે. મૃતક યુવકના કાકા જણાવી રહ્યા છે કે પાંચ મે ની રાત્રે તે તેના મિત્રોને મળવા ગયો હતો પરંતુ ત્યાં ભાડા ને લઇ અંદરો અંદર ઝઘડાઓ ચાલી રહ્યા હતા. આ વચ્ચે નવજીત આવતા તેના મિત્ર એ તેને છાતી પર ચાકુ વડે હુમલો કર્યો હતો.

આ સમગ્ર ઘટના રોસે ભરાયેલા તેના મિત્રએ અંજામ આપી હતી પરંતુ તેને ખબર પડતાની સાથે જ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મ તેના મિત્રએ અંજામ આપી હતી પરંતુ તેને ખબર પડતાની સાથે જ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે હાલમાં બે મિત્રોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારજનો દ્વારા મૃતક યુવકને ઓસ્ટ્રેલિયા માટે જમીન વેચીને મોકલવામાં આવ્યો હતો. આ સાથે તે જુલાઈમાં તેના પરિવારને મળવા પણ આવવાનો હતો. પરંતુ મળ્યા પહેલા જ તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર સાંભળી મૃતક યુવકના સમગ્ર પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલમાં તો યુવકના મૃતદેહ ભારત વતન પાછા લાવવાની માંગ કરી છે જેની કાર્યવાહી પોલીસ અને જરૂરી લોકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ કિસ્સો દરેક વાલી માટે ચેતવણી જનક બન્યો છે.