ધોરણ 10ના પરિણામને લઈ વિદ્યાર્થીઓ માટે આવ્યા ખૂબ મોટા ખુશી ના સમાચાર, આ તારીખે જાહેર થશે પરિણામ

થોડા સમય પહેલા જ દરેક વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી હતી. ત્યારબાદ હવે દરેક વિદ્યાર્થીઓ પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસથી રિઝલ્ટના દિવસ સુધી ચિંતા થતી હોય છે ઘણા વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી ઉત્તમ પરિણામ લાવી પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કરતા હોય છે.

આ પરિણામ દરેક વિદ્યાર્થી માટે પોતાના ભવિષ્યને લઈ ખૂબ જ ઉપયોગી હોય છે. તેથી જ દરેક વિદ્યાર્થીઓ ખૂબ આતુરતાથી ધોરણ 10 ના પરિણામ ની રાહ જોઈ રહ્યા છે તારીખ 9 મે ના રોજ ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે હવે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે.

ધોરણ 12 ના પરિણામ બાદ તમામ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કે તેનું રિઝલ્ટ આવનારી 11 મેના રોજ જીએસઇબી ની વેબસાઈટ પર જોઈ શકાશે. આજે જાહેર થયેલું ધોરણ 12 નું પરિણામ નવ કલાકના રોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

ધોરણ 12 ના પરિણામ ની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે સાથે કુંભારિયા કેન્દ્રનું પરિણામ 97.97 ટકા જાહેર થયું હતું. બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા થયું છે. ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધારે પરિણામ આવ્યું હતું. આ કેન્દ્રમાં 99.61 ટકા જેટલું પરિણામ જોવા મળ્યું છે સાથે સાથે સૌથી ઓછું પરિણામ 51.11% નોંધાયુ છે.

આ સાથે સાથે ધોરણ 12 ના અનેક વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને સંઘર્ષોને કારણે સફળતાની મંઝિલ પાર કરી છે અનેક જગ્યાએ સ્કૂલો તથા વિદ્યાર્થીઓના ઘરે પરિણામ મળતાની સાથે જ ઉજવણી જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ હવે ધોરણ 10 ના પરિણામ ની રાહ જોવાઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *