લગ્નની કંકોત્રીમાં ભગવાનનો ફોટો છપાવતા વિચાર કરજો!! વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજે ફોટો છપાવવા બાબતે કરી સૌથી મોટી વાત – જુઓ વાયરલ વિડિયો
આજે લાખો યુવાનો વૃંદાવનમાં સતત રાધારાણી નું ભજન કીર્તન કરાવતા પ્રેમાનંદજી મહારાજને પોતાના જીવનમાં આદર્શ માને છે અને અનેક યુવાનોના જીવન બદલાયા છે. પ્રેમાનંદ જી મહારાજ નો સંદેશ આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. એમની એક ઝલક જોવા માટે વૃંદાવનમાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડે છે ઘણા લોકો પ્રેમાનંદજી મહારાજને ભગવાન શ્રીકૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ માને છે.
પ્રેમાનંદ જી મહારાજ ના વિચારો અનેક લોકો પોતાના જીવનમાં અનુસરે છે. હાલમાં જ તેમણે લગ્નની કંકોત્રી પર ફોટો છપાવો કેટલો યોગ્ય છે તે વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલ સમગ્ર દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે આ લગ્ન પ્રસંગે અનેક લોકો પોતાની કંકોત્રીમાં ભગવાનનો અથવા અન્ય દેવી-દેવતાઓના ફોટા છપાવતા હોય છે પરંતુ આ અંગે પ્રેમાનંદજી મહારાજે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આજના સમયમાં ઘણા લોકો પોતાના દરેક શુભ કાર્યો ભગવાનને યાદ કરી શરૂઆત કરતા હોય છે તેથી લગ્નની કંકોત્રીમાં પણ ભગવાન ગણેશ અન્ય દેવી-દેવતા કુળદેવી તથા ઇષ્ટદેવનો ફોટો છપાવતા હોય છે. એવામાં પ્રેમાનંદજી મહારાજે કહ્યું હતું કે આપણા ઘરમાં જેનું સ્થાન સિંહાસન ઉપર એટલે કે મંદિરમાં છે તેનો ફોટો આપણા નામની સાથે લગાવવો બિલકુલ અયોગ્ય છે.
ઘણા લોકો આ લગ્ન કંકોત્રી વાંચી ફેંકી દેતા હોય છે તેની સાથે ભગવાનનો છાપેલો ફોટો પણ ફેકાતો હોય છે તેથી ભગવાનનું અપમાન થાય છે. આ સાથે કહ્યું કે ભગવાનનો સામાન બનાવવો સૌથી મોટું મહાપાપ છે. આપણે હંમેશા આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વર્તવું જોઈએ તથા તેના સંસ્કારો સાથે જોડાયેલા રહેવું જોઈએ હાલમાં તો તેમના આ વિચારો વ્યક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ખૂબ લાયક અને કોમેન્ટ કરી લોકો પ્રેમાનંદજી મહારાજના વિચારોને વખાણી રહ્યા છે.