ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો!! એપ્રિલ મહિનામાં આવી શકે છે આ સૌથી મોટી તબાહી હવામાન વિભાગે વ્યક્ત કરી ભયંકર આગાહી
સમગ્ર ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે જેને કારણે અનેક ગુજરાતવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. રાજ્યના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે.
ગરમીના સતત વધતા જોર ને કારણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ એ જણાવ્યા અનુસાર એપ્રિલના શરૂઆતમાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે જ્યારે મધ્ય ભાગમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સિવાય ઉત્તર પૂર્વના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદના દ્રશ્યો પણ જોવા મળશે.
ભારે વરસાદની આગાહીના કારણે અનેક ખેડૂતોને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે કારણ કે આ વખતે સમય કરતા વહેલા વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં એપ્રિલના અંતમાં ભારે વાવાઝોડું ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રાટકી શકે છે.
જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ મધ્યમ વરસાદ ની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો 10 એપ્રિલ સુધી ગુજરાતના અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જેવા શહેરોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં આ વરસાદ કેટલી તબાહી મચાવી શકે છે.