આ પટેલ યુવકે કંકોત્રીમાં સમાજને લગતું એવું કંઈક લખ્યું કે લોકો કરી રહ્યા છે વખાણ…
હાલ ભારત દેશમાં લગ્નના માહોલ ખૂબ ચાલી રહ્યો છે. જ્યાં લગ્નમાં લોકો કંઈક અલગ અલગ રીતે કરવાની કોશિશ કરતા હોય છે અને એક જાગૃતાનો સંદેશ આપવાની આપવાનો પ્રયત્ન કરતા હોય છે. લોકો પોતાના લગ્નને એક અલગ રીતે પ્રસ્તુત કરતા હોય છે. જ્યાં કોઈ પ્રિ વેડિંગ, લગ્ન કંકોત્રી, અનોખી જાન ,યુનીક લગ્ન મંડપ જેવા વગેરે બાબતોમાં કંઈકને કંઈક અલગ આપવાની પ્રયત્ન કરતા હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે જે એક વખત પોતાની લગ્ન કંકોત્રીમાં સાત એવા વચનો આપે છે. જ્યાં લોકોને પ્રોત્સાહન મળી શકે. જ્યારે લગ્નની કંકોત્રીમાં શરૂઆતમાં જ રાષ્ટ્રગીત થી શરૂઆત કરી છે જે તેમાં દેખાઈ રહ્યું છે કે દેશ માટે કેટલો પ્રેમ કરી રહ્યા છે.
આ લગ્નની વધારે વાત કરીએ તો આ લગ્ન મૂળ અમરેલી જિલ્લાના વિકાસ રાખોલીયાની એ રિદ્ધિ વાડદોરીયા સાથે ફાઇનલ થતાં બાદ તેમણે નક્કી કર્યું કે સગાઈમાં ખોટા પાણીની જેમ પૈસા બગાડવા કરતા તેના કરતાં જરૂરમંત બાળકોને ભણવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે તેવા બે બાળકોને સિલેક્ટ કરી તેમનો અભ્યાસ કરવાનો ખર્ચ ઉપાડી અને પછી તેમને સગાઈ તેમની પ્રમાણે કરી હતી.
પ્રથમ વચન વૃક્ષો વાવીએ અને વવડાવીએ, બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ, ત્રીજું વચન વ્યસન અને વ્યાજ ખોરીથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ, ચોથું વચન રક્તદાન કરીએ અને કરાવીએ, પાંચમું વચન ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ કરીએ, છઠ્ઠું વચન સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ, સાતમુ વચન લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ.
આ કંકોત્રીમાં ટોટલ 7 પ્રોત્સાહિત વાક્યો લખ્યા હતા. કંકોત્રીમાં સરકારી દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવેલી બધી વિગતવાર માહિતી છાપવામાં આવી છે. જ્યારે પોતાના જીવનરૂપ સાથ ફેરા મંગલ ફેરા સમાજને એક જાગૃત મેસેજ પહોંચે તે માટે તેને ઘર ઘર સુધી આ સંદેશ આપવામાં આવ્યો છે.
આ સાત વચનો ખાલી લખવા પૂરતા જ નહીં પણ તેને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો છે. જ્યારે કંકોત્રીની શરૂઆતમાં જ રાષ્ટ્રગીતથી કરવામાં આવી છે.
જ્યારે આ બંને કપલ વિશે વધારે માહિતી જણાવીએ તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગામની અકાળાના એવા વિકાસ જયસુખભાઈ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડદોરીયા સાથે નક્કી હતી અને તે સમયે દરમિયાન તેમને નક્કી કર્યું હતું કે પોતાના લગ્નમાં ખોટા ખર્ચા કરવાને બદલે જરૂરમંન લોકોની શૈક્ષણિક કાર્ય પાછળ આ રૂપિયા ખર્ચી છે.
જ્યારે તમે પણ આ રીતે તમારા લગ્નના પ્રસંગમાં આવી રીતે યાદગાર બનાવી શકો છો. ભારતમાં લાખો પરિવારમાં બાળકો ને શૈક્ષણિક કાર્ય જરૂર છે અને તે પોતાના આર્થિક પરિસ્થિતિને કારણે તે અભ્યાસ કરી શકતા નથી.
વિકાસ રાખોલીયા અને રિદ્ધિ વાડદોરીયા કહ્યું કે સમાજમાં અને વિચારધારા પ્રમાણે અમે આ સગાઈ સિમ્પલ રીતે કરીશું અને કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચો નહીં કરીએ બિનજરૂરી ખર્ચા કર્યા વગર એવા બે બાળકોને શિક્ષક શિક્ષક શિક્ષણનો ખર્ચો ઉપાડ છું.
વિકાસ રાખોલીયા નું કેહવું છે કે આ દેખાદેખી દુનિયામાં પ્રસન્ન કરીશું તો સમાજ 7-8 દિવસ લોકો વાતચીત કરશે અને વાહ વાહ કરશે તો એના કરતાં આપણે જરૂરમંત લોકોની મદદ કરીએ તે ખૂબ સારું કાર્ય કહેવાય.