આ મહિલા પશુપાલનના ધંધામાંથી વર્ષે કરે છે કરોડોની કમાણી, 250થી પણ વધારે ગાય-ભેંસ રાખે છે

મિત્રો આપણે ઘણીવાર સાંભળ્યો છે કે કોઈપણ ધંધો નાનો કે મોટો નથી હોતો પરંતુ તે ધંધામાં સારું પ્રદર્શન કરી હંમેશા આપણે આગળ વધવું જોઈએ લોકો પોતાની મોટી મોટી ડિગ્રી મૂકીને પશુપાલનના ધંધામાં આવતા જોવા મળે છે આવી જ એક મહિલાની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ કે જેઓ એક વર્ષમાં પશુપાલનના ધંધામાંથી એક કરોડ 70 લાખથી પણ વધારે રૂપિયાની આવક કરે છે.

આ મહિલા વડગામ તાલુકાના નગાણા ગામમાં રહે છે આ મહિલાનું નામ નવલબેન ચૌધરી છે કે જેઓ વર્ષોથી પશુપાલકના ધંધા સાથે સંકળાયેલા છે આજથી બે ત્રણ વર્ષ પહેલા નવલબેનને બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરવાનું ખિતાબ મળ્યો હતો જેને કારણે બનાસ ડેરી દ્વારા નવલ બેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે અન્ય ડેરીઓમાં પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

બનાસ ડેરી દ્વારા તેમને 25000 રોકડા રૂપિયા આપવામાં આવ્યા હતા તથા શ્રેષ્ઠ બનાસલક્ષ્મી તરીકેનો પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. નવલબેન ની ઉંમર 65 વર્ષથી પણ વધારે છે. પરંતુ આ ઉંમરમાં પણ તેઓ સવારે વહેલા ઉઠી તબેલામાં પહોંચી જાય છે અને પોતાનું રોજબરોજના કાર્ય શરૂ કરી દે છે. શરૂઆતમાં નવલબેન માત્ર 20 થી 25 પશુઓ રાખતા હતા. પરંતુ આજે તેઓ 250 થી પણ વધારે પશુ રાખે છે. તેની સાથે કોઈ મદદ કરવા વાળું નથી એકલા નવલબેન આ તમામ પશુઓની સાર સંભાળ રાખે છે.

વર્ષે સવા કરોડની કમાણી: 65 વર્ષની આ ગુજરાતણે જુઓ કઈ રીતે ભલભલા બિઝનેસમેનને પછાડ્યા | Nawalben Chaudhary earned an income of 1 crore 25 lakh rupees in one year

તેઓ દરરોજ 1000 થી 1200 l જેટલું દૂધ ડેરીમાં આપે છે તેની સાથે સાથે નવલબેન કરોડો રૂપિયાની આવક પણ કરે છે તેઓ મહિનાના 15 લાખથી પણ વધારે રૂપિયા કમાય છે નવલબેન નો આ સફળતા પૂર્વકનો ધંધો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આજના તમામ વ્યક્તિઓને શીખવા જેવો છે કે આટલી ઉંમરમાં પણ નવલબેન આટલો મોટો ધંધો સંભાળી રહ્યા છે.

આજના વ્યક્તિઓ માત્ર ડિગ્રીને જ મહત્વ આપી રહ્યા છે. પરંતુ, ડિગ્રી વગરના વ્યક્તિઓ પણ પોતાની મહેનત તથા પરિશ્રમથી આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી શકે છે તે દરેક લોકોને સમજવું આજના સમયમાં ખૂબ જરૂરી છે. નવલબેન એ કોઈ ખાસ અભ્યાસ નથી કર્યો છતાં પણ તેઓ આટલા કરોડોની આવક કરે છે. તેની સાથે સાથે અનેક જગ્યાએથી સન્માન પણ મેળવેલા છે તે તેની અથાક પરિશ્રમને લીધે જ શક્ય બન્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *