સુરત: પાલક પિતા મહેશ સવાણી દ્વારા આ વર્ષે પણ કરવામાં આવ્યું 75 દીકરીઓનું કન્યાદાન
હાલ સમગ્ર ભરમાં લગ્નના દિવસો શરૂ થઈ ચૂક્યા છે અનેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ પોતાના જીવનની નવી શરૂઆત કરતા હોય છે તેવામાં હાલમાં જ સુરત શહેરમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા ખૂબ જ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 75 પિતા વગરની દીકરી નું મહેશભાઈ સવાણીએ પિતા બની કન્યાદાન કર્યું હતું. પી પી સવાણી ગ્રુપ દ્વારા દર બે વર્ષે સુરતમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં પિતા વગરની દીકરી ના લગ્ન કરાવવામાં આવે છે.
જ્યાં મહેશભાઈ સવાણી દરેક દીકરીના પિતા બની તેના લગ્ન કરાવતા હોય છે. આ વખતના સમૂહ લગ્ન માવતર નામ આપી કરાવવામાં આવ્યા હતા. મહેશભાઈ સવાણી ઘણીવાર દીકરીના પિતા તો ઘણીવાર દીકરીના ભાઈ બની લગ્ન કરાવતા હોય છે. આ ભવ્ય સમૂહ લગ્નમાં અનેક મહાનુભાવે હાજરી આપી હતી અને આ પ્રસંગની શોભા વધારી હતી જેમાં ભાજપ અધ્યક્ષ સાંસદ સી આર પાટીલ ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયા મુકેશ પટેલ ધારાસભ્ય સંગીતાબેન પટેલ પ્રવીણભાઈ ઘોઘારી મેયર દક્ષેશ માવાણી જેવા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ પ્રસંગમાં હાજરી આપી હતી.
આ સમૂહ લગ્નની નોંધ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ લીધી હતી અને સુરતના આવા સમાજકારી વ્યક્તિની પણ પ્રશંસા કરી હતી. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ કોઈ સમૂહ લગ્ન નથી પરંતુ મારી દીકરી ના લગ્ન છે એક પિતા તરીકે હું જ્યારે દીકરીઓના અભ્યાસ આરોગ્ય સહિતની જવાબદારી ઉઠાવુ છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ મહેશભાઈ સવાણી તમામ દીકરીઓને પોતાની સગીર દીકરી તરીકે જ માને છે અને તેને એટલો જ વહાલ કરે છે. આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ તે ખૂબ સાચવી ભર્યું જીવન જીવવાનું જ પસંદ કરે છે.
તેથી જ લોકો હંમેશા તેમને અતૂટ અને અખૂટ પ્રેમ કરે છે મહેશભાઈ સવાણી કરી રહ્યા છે કે 75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે જેના માતા-પિતા કે ભાઈ પણ નથી 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા જ લગ્નમંડપમાં પરણી ચૂકી છે. આ વર્ષે મહેશ સવાની 4,992 દીકરીઓના પિતા બન્યા છે ખરેખર મહેશભાઈ સવાણીએ કળિયુગના ભગવાન તરીકે જ આ પૃથ્વી પર આવ્યા છે. બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ એક પિતા તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. મહેશભાઈ સવાણી આની સિવાય પણ અનેક સેવાના કાર્યોમાં હંમેશા આગળ આવે છે.