ગુજરાતના આ યુવકે વિદેશની ભૂરી સાથે ધૂમધામથી કર્યા લગ્ન, અહી ક્લિક કરી જુઓ લગ્નની તસવીરો
હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે ત્યારે આજે આપણે ગુજરાતમાં થયેલા એક અનોખા લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતના એક યુવકે વિદેશની ભૂરી સાથે સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા છે. બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, બ્રાઝિલિયન યુવતી આપણા ગુજરાતના એક યુવકના પ્રેમમાં પડી હતી અને ત્યારબાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં બંનેએ આપણા સામાજિક રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
મળતી માહિતી મુજબ, પાર્થ નામનો યુવક કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યારે અહીં અભ્યાસ કરતી બ્રાઝિલિયન યુવતી સાથે પાર્થની મિત્રતા થઈ ગઈ હતી. ત્યારબાદ બંનેની મિત્રતા વધી ગઈ અને બાદમાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બ્રાઝિલિયાની યુવતીએ પાર્થ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ બંનેના પરિવારના સભ્યો પણ આ લગ્ન માટે માની ગયા હતા. ત્યારબાદ બ્રાઝિલિયન યુવતી પોતાના પરિવાર સાથે ભારત આવી હતી. પછી અહીં પાર્થ અને યુવતીના ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
પાર્થ અને બ્રાઝિલિયન યુવતી બંને અગ્નિની સાક્ષીમાં ફેરા ફર્યા હતા અને બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ અનોખા લગ્ન જોઈને સૌ લોકો ખુશ થયા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.