Tiktok સ્ટાર કીર્તિ પટેલે માતા પિતાને હાર પહેરાવી પૂજા કરી, વાયરલ વિડીયો જોતા લોકોએ કર્યા વખાણ

સુરતની tiktok સ્ટાર કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં અવારનવાર લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની રહે છે. કીર્તિ પટેલે tiktok ના માધ્યમથી લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે આજ કારણથી આજે કીર્તિ પટેલને તમામ લોકો ઓળખી રહ્યા છે તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં લાઈવના માધ્યમથી ગેરવર્તન કરનારા અથવા ભારે તત્વો સામે પોતાનો અવાજ ઉઠાવતી જોવા મળે છે અને તે હંમેશા લોકોને ન્યાય અપાવે છે આ કારણથી જ આજે કીર્તિ પટેલ દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે.

સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ જરૂરી મુદ્દા પર પોતાનો પ્રસ્તાવ રજૂ કરતી જોવા મળે છે તથા અન્યાય સામે સતત ન્યાયની માંગણી કરતી રહે છે આ કારણથી સુરતની સિંહણ તરીકે કીર્તિ પટેલને ઘણા લોકો ઓળખે છે.આ માહોલ વચ્ચે હવે ફરીવાર કીર્તિ પટેલ પોતાના વીડિયોને લઈને ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ કોઈ વિવાદિત વિષય અથવા મુદ્દા પર વાત કરતી નહીં પરંતુ પોતાના માતા પિતાની પૂજા કરતી જોવા મળે છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ કીર્તિ પટેલના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા મોટે ભાગે તે વિવાદિત વિષય પર ચર્ચા કરતી જોવા મળે છે પરંતુ લાંબા સમય બાદ કીર્તિ પટેલ કોઈ સારા કાર્યમાં જોવા મળી છે.

વાયરલ થયેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે કિર્તી પટેલ ના માતા પિતા ખુરશી પર બેઠા છે અને કીર્તિ પટેલ માતા પિતાના કપાળ પર તિલક લગાવી રહી છે. આ બાદ બંનેની પૂજા કરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ શ્લોક પણ બોલી રહી છે. આ બાદ માતા-પિતાને હાર પહેરાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ત્યારબાદ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી તેમના પગને જુએ છે અને તે પાણી પોતે પીએ છે.

આ વિડીયો પર તમામ લોકો અલગ અલગ પ્રતિક્રિયા અને મંતવ્ય આપી રહ્યા છે ઘણા લોકોએ કહ્યું હતું કે કીર્તિ પટેલ તમે અદભુત કાર્ય કરી રહ્યા છો તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે ખરા અર્થમાં માતા-પિતા જ આપણી દુનિયામાં ભગવાન સમાન છે તેમની હંમેશા પૂજા કરવી જોઈએ તો એક ચાહકે લખ્યું હતું કે આપના સંસ્કારોને 100 100 સલામ છે.

સાચા અર્થમાં આપણી દુનિયામાં માતા-પિતા જ આપણી માટે સર્વસ્વ હોય છે કારણકે બાળકના તમામ સપનાઓને સાકાર કરવા માટે માતા પિતા આપણી માટે દિવસ રાત મહેનત કરતા હોય છે અને સંતાનોના તમામ સપનાઓને સજાવે છે. આપણી દુનિયામાં માતા-પિતા નિસ્વાર્થ ભાવે પોતાના સંતાનોને પ્રેમ કરે છે આ કારણથી જ માતા પિતાનું સ્થાન સર્વશ્રેષ્ઠ હોય છે. Tiktok સ્ટાર કીર્તિ પટેલે માતા પિતાની પૂજા કરી તમામ લોકોના દિલ જીતી લીધા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *