હલ્દી સેરેમની માં પોતાના ભત્રીજા અનંત માટે કાકી ટીના અંબાણીએ પહેર્યો કીમતી હીરા પન્ના નો હાર પુત્રવધુ ક્રિષ્ના સાથે જોવા મળ્યો આકર્ષક અંદાજ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નનો ખૂબ જ પવિત્રમાં માહોલ ચાલી રહ્યો છે જેમાં સૌપ્રથમ મામેરા વિધિથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સંગીત સંધ્યા,રાસ ગરબા, ગ્રહશાંતિ પૂજા, અને હાલમાં હલ્દી રસમ સેરેમનીનું આયોજન કર્યું હતું.અંબાણી પરિવાર સાથે તમામ મહેમાનો પણ હલ્દી રસમ ના કાર્યક્રમમાં જગમગી ઉઠ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકો તરફથી ખુબ પ્રેમ સાથ અને સહકાર મળ્યો હતો તમામ લોકોએ અલગ અલગ લુક જોતા ની સાથે જ ખૂબ જ વખાણ કર્યા હતા.


આ હલ્દી સેરેમની ના શુભ પ્રસંગ વચ્ચે અનંત અંબાણીના કાકા કાકી જોવા મળ્યા હતા. એમાં અનિલ અંબાણી પોતાની પત્ની ટીના અંબાણી અને પુત્રવધુ સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. આ સાથે તેમની એન્ટ્રી એ પણ લોકોને જોવા મજબૂર કરી દીધા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે દર વખતે ટીના અંબાણીના જેઠાણી નીતા અંબાણી પોતાના આકર્ષક અને સુંદર લુક થી ચાર ચાંદ લગાવે છે પરંતુ આ વખતે ટીના અંબાણીએ પોતાના આઉટ ફીટથી ખૂબ જ ધૂમ મચાવી હતી. આ સાથે તેને કરોડોની જ્વેલરીથી પોતાના લુકને કમ્પલેટ કર્યો હતો.

હલ્દી સેરેમની ના કાર્યક્રમ નિમિત્તે ટીના અંબાણી પીળા રંગની ભારતીય પરંપરાગત રીત ની સાડીમાં જોવા મળી હતી. આ સાડીને પીળા રંગના દોરાથી ડિઝાઇન કરી તેમના પર ઝીનવટ ભર્યું ભરત કામ કરવામાં આવ્યું હતું. આ સાડીના પલ્લુ ને સફેદ દોરાથી અેમરોડરી કરવામાં આવ્યું છે. તેણે આ સાડી સાથે મેચિંગ બ્લાઉઝનું જોડાણ કર્યું હતું.આ સાથે ટીના અંબાણી અને અનિલ અંબાણી ની પુત્રવધુ ક્રિષ્ના પીળા કલરના ગરારામાં જોવા મળી હતી.તેની કુર્તી માં ઝીણું ભરતકામ કરવામાં આવ્યું હતું. કુર્તીના દુપટ્ટાની બોર્ડર પર ડિઝાઇન કરવામાં આવી છે. ટીના અંબાણી અને તેની પુત્રવધુ એ પોતાની જ્વેલરીથી દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ટીના અંબાણીએ હીરા પન્ના નો કીમતી હાર પેહર્યો હતો.જેની કિંમત આશરે લાખોની કિંમતમાં બતાવવામાં આવી રહી છે. એમની પુત્ર વધુ એ પણ જ્વેલરીમાં કોઈપણ જાતની કમી રાખી ન હતી અને પોતાના લૂક ને ભરપૂર જ્વેલરીથી કમ્પલેટ કર્યો હતો. આ પહેલા નીતા અંબાણી પણ હીરા પન્ના ના હાર થી શણગાર સજીત જોવા મળ્યા હતા આબાદ તેમની દેરાણીએ પોતાની જ્વેલરીથી દરેક લોકોને ચોંકાવી દીધા હતા. આ માત્ર પ્રથમ વાર નહીં પરંતુ પહેલા ઘણી બધી વાર અનિલ અંબાણીના સમગ્ર પરિવારે મોંઘા આઉટ ફીટથી અનેક પ્રસંગોમાં હાજરી આપતા જોવા મળે છે.