ઇડરમાં ધોરણ 12 ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત!! પરિવાર માથે આભ ફાટી પડ્યું કારણ જાણી તમે પણ ચોકી જશો
હાલમાં સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને લઈ અનેક ઘટનાઓ ના સમાચાર સામે આવતા થઈ ગયા છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે હાલના સમયમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેનો શિકાર ઈડરમાં રહેતો ધોરણ 12 નો વિદ્યાર્થી બન્યો હતો. મળતી માહિતી અનુસાર ઇડરમાં રહેતો પ્રયાણ ચૌહાણ નામનો વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર જતો હતો ત્યારે અચાનક જ તેની તબિયત બગાડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ડોક્ટરની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું પ્રયાણ પોતાના ઘરથી દૂર રહી હોસ્ટેલમાં રહેતો હતો પરંતુ જ્યારે તે સંસ્કૃતની પરીક્ષા આપવા જતો હતો ત્યારે જ આ ઘટનાનો શિકાર બન્યો હતો. ડોક્ટરના લાંબા પ્રયાસો બાદ તેને આખરે રૂત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની પરિવાર જનને જાણ થતા તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. દીકરાના આવા સમાચાર સાંભળી પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું સ્કૂલના શિક્ષકો તથા આચાર્ય પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
વિદ્યાર્થીની સ્મશાનયાત્રામાં પરિવારજનો તથા આસપાસના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા તથા સ્કૂલના શિક્ષકો પ્રિન્સિપલ આચાર્યએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો જોકે હાર્ટ એટેકની ઘટનામાં માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ યુવાનો સહિત તમામ લોકો ભોગ બની રહ્યા છે જેને કારણે હાર્ટ એટેક આજે એક ચિંતાજનક વિષય લોકો સમક્ષ બની ચૂક્યો છેજેને લઈને ભારત સરકાર પણ હાર્ટ અટેકથી બચવાના અનેક ઉપાયો ટેલિવિઝન સમાચાર પત્ર તથા અન્ય માધ્યમો દ્વારા બતાવી રહી છે જેને કારણે આવનારા સમયમાં તમામ લોકો હાર્ટ એટેકના આ ખતરા થી બચી શકે.