બ્રેકઅપના સમાચાર વચ્ચે ટીવી સીરીયલ અભિનેતા કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની લંડન વેકેશનની રોમેન્ટિક તસ્વીરો થઈ વાયરલ

હાલના સમયમાં ટીવી સિરિયલના અભિનેતા અને અભિનેત્રી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બંને વચ્ચેના બ્રેકઅપના સમાચાર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા છે.એવું જાણવામાં આવ્યું હતું કે બંને લોકોએ પોતાના ત્રણ વર્ષના સંબંધોનો અંત લાવી દીધો છે પરંતુ હાલમાં વાયરલ થયેલી તસવીરોએ દરેક લોકોને ચૂપ કરી દીધા હતા.

આ કપલ કોઈ પણ જગ્યાએ ખુલ્લેઆમ રોમેન્સ કરવામાં ક્યારેય શરમાતા નથી આ કારણથી જ અવાર નવાર અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી એકબીજાની તસવીરો સોશિયલ મીડિયામાં જોવા ન મળવાથી ચાહકો એ એવું અનુમાન લગાવી દીધું કે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે તેથી તમામ લોકો ખૂબ જ નારાજ થઈ ગયા હતા.

પરંતુ આ માહોલ દરમિયાન કરણે તેજસ્વી સાથે તેના લંડન વેકેશનના રોમેન્ટિક ફોટા શેર કરીને આ અફવાઓની વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. 27 જૂન 2024 ના રોજ તેજસ્વી અને કરણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના લંડન વેકેશનની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બંને વચ્ચે કોઈ પણ જાતના અણ બનાવવાની હોય કારણ કે આ કપલ ખુલ્લેઆમ એક ખૂબસૂરત જગ્યામાં રોમેન્ટિક અંદાજમાં રોમાન્સ કરી રહ્યું છે.જેથી કહી શકાય કે આ બ્રેકઅપ ના સમાચાર માત્ર અફવા છે.તે આ તસવીરો પરથી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.

તેજસ્વી આ તસ્વીરમાં પ્રિન્ટેડ મિની ડ્રેસમાં જોવા મળી હતી.કરણે પણ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. આ કમ્પલેટ આઉટફીટ સાથે બંને લોકોએ ખૂબ જ આકર્ષક અંદાજમાં ફોટોશૂટ કરાવ્યા હતા. આ દરમિયાન કપલ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં લાગી રહ્યું છે. આ તસવીરો શેર કરતા કરને લખ્યું હતું કે હું કરણ તેના ફોટાને શ્રેષ્ઠ ક્લિક કરું છું.અને તેજસ્વી મારો પ્રેમ અને મારી ઓળખાણ છે.તમે એ માટે મનપસંદ કેપ્શન પસંદ કરો.

આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા 25 જૂન 2024 ના રોજ બંને વચ્ચે બ્રેકઅપ થયાના સમાચાર આવ્યા હતા. આ સાથે એવું પણ જાણવા મળ્યું હતું કે બંને લોકોએ ત્રણ વર્ષના સંબંધોનો અંત લાવી દીધો છે આ વાતથી બંને લોકો ખૂબ જ ખુશ છે પરંતુ હજુ સુધી ચાહકોને આ સમાચાર આપ્યા નથી કારણકે આ સમાચાર સાંભળી તેમના ચાહકો ખૂબ જ નારાજ થશે તે માટે અમે લોકોએ રાજી ખુશીથી આ સંબંધ નો અંત લાવી દીધો છે પરંતુ હાલમા બંને લોકો પોતાના લંડન પ્રવાસ ની મજા માણી રહ્યા હતા.

આ તમામ તસવીરોમાં એકબીજા વચ્ચે રોમેન્ટિક અંદાજ જોવા પણ મળ્યો હતો. આથી કહી શકાય કે બંને વચ્ચે કોઈ જાતના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા નથી અને બંને એકબીજાને હજુ પણ પ્રેમ કરી રહ્યા છે તેથી આ કપલ એ તમામ લોકોને અફવા ફેલાવાનું બંધ કરવા કહ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *