બે કાબુ થયેલા ડમ્પરે રીક્ષા ચાલકને લીધો અડફેટે પાંચ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
સમગ્ર ભારતમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે જેમાં થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં તેજ રફતારથી આવી રહેલા ડમ્પરે ખૂબ જ ભયંકર રીતે રસ્તા પર ચાલી રહેલા ઓટોરિક્ષા ને ટક્કર મારી હતી. આ સાથે જ રીક્ષાનો ડૂચો વળી ગયો હતો. આ દર્દનાક અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને બાકીના ત્રણ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસના લોકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેની ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ પણ વધુ તપાસ માટે તાત્કાલિક ઘટનાને પહોંચી વધુ પૂછપરછ હાથ ધરી હતી અકસ્માત થવાને કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પરંતુ પોલીસ દ્વારા તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા દરેક લોકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર અકસ્માતની ઘટના આજે સવારે ચિત્રકૂટમાં ક્રવી કોતવાની ક્ષેત્રમાં અમનપુરમાં થયો હતો. જ્યાં સમ્રાટ હોટલની સામે એક ડમ્પર પૂર ઝડપે જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ કાબુ ગુમાવતા તે રસ્તા પર ચાલી રહેલા ઓટોરિક્ષા સાથે અથડાયો હતો. ઓટોમાં સવાર લોકો ચિત્રકૂટ ના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેને અચાનક આ અકસ્માત નડ્યો હતો. ઘટના બાદ તુરંત જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ પાંચ લોકો આખરે મૃત્યુને ભેટીયા હતા અને બાકીના ત્રણ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેથી જ તુરંત જ આસપાસના લોકો દ્વારા 108 નો સંપર્ક કરી તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેથી કરીને ઝડપથી સારવાર મળી શકે. હાલમાં તો આ ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે હજુ સુધી કોઈ પણ જાતના સમાચાર સામે આવ્યા નથી પરંતુ પાંચ લોકોના મૃત્યુના સમાચાર સાંભળી આસપાસના લોકોમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરંતુ ડોક્ટરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય લોકોને હાલત ખૂબ જ ગંભીર છે હજુ સુધી કોઈ પણ ઘાયલ લોકોના નામ કે ઉંમર ની વિગત સામે આવી નથી પરંતુ પોલીસ પૂછપરછ દરમિયાન ટૂંક જ સમયમાં આ તમામ વિગતો સામે આવી શકે છે.
હાલમાં તો પોલીસ આસપાસના સ્થળેથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરી ઘટનાના સાચા આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે. ડમ્પર ચાલે ઘટના બાદ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો પરંતુ પોલીસ પણ આ ડમ્પરચાલકને પકડવાના પ્રયાસો કરી રહી છે. હાલમાં તો પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી છે.