ઉજ્જૈન મહાકાલ મંદિરના પૂજારીએ અનંત રાધિકાને લગ્ન માટે આપ્યા આશીર્વાદ શિવ પૂજામાં મહેન્દ્રસિંહ ધોની, રણવીર સિંહ જેવા સેલિબ્રિટી રહ્યા ઉપસ્થિત જુઓ વાયરલ તસવીરો
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર ધાર્મિક સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મ સાથે હંમેશા જોડાયેલો રહે છે આજ કારણથી અનંત અને રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારના ઘર આંગણે શિવપૂજાના આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત સગા સંબંધી અને મિત્રો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પૂજાને વિશિષ્ટ બનાવવા માટે ભવ્ય કાચની શિવલિંગ બનાવવામાં આવી હતી જેમાં અંબાણી પરિવારે અભિષેક કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આબાદ મહા આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ લોકોએ હર હર મહાદેવના નાદ લગાવ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના કોઈ પણ ફંકશન ખૂબ જ ખાસ હોય છે જેમાં સમગ્ર દુનિયાની નજર રહેલી હોય છે તેવામાં અનંત અને રાધિકા જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે તે માટે અંબાણી પરિવાર દ્વારા દેશ દુનિયાના તમામ બિઝનેસમેન મહેમાનો બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સિંગર તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે માત્ર એટલું જ નહીં પરંતુ ભારત દેશના તમામ મુખ્ય મંદિરના પૂજારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ શિવ પૂજામાં ઉજ્જૈન મહાકાલ મંદિરના પુજારી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સમગ્ર અંબાણી પરિવારને શિવ મહાપૂજા કરાવી હતી ત્યારબાદ અનંત અને રાધિકાને લગ્નજીવન માટે આશીર્વાદ શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આપને જણાવી દઈએ કે શ્રી મહાકાલેશ્વર મંદિરના પંડિત આશિષ શર્મા, પંડિત સંજય પૂજારી અને પંડિત પર્વ પૂજારી હાલમાં ચાલી રહેલા શાહી લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચ્યા છે.
આ શિવ પૂજામાં અનંત અને રાધિકાએ તેમના કપાળ પર ભસ્મ તિલક, તેમના ગળામાં બાબા મહાકાલની માળા અને રુદ્રાક્ષની માળા લગાવી હતી. આબાદ ખાસ ઉજ્જૈન થી મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આ મહાપ્રસાદ નો લાભ તમામ લોકોએ લીધો હતો. અનંત અને રાધિકાએ મહાકાલ ભગવાનનો જય જયકાર અને હર હર મહાદેવ નો નાદ લગાવ્યો હતો.
મહાકાલ મંદિરના પૂજારી જણાવી રહ્યા છે કે અમને લગ્નનું આમંત્રણ ઘણા સમય પહેલા જ મળી ગયું હતું આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર ભગવાન મહાકાલ ના આશીર્વાદ સમગ્ર અંબાણી પરિવાર પર બની રહે બસ એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના. અનંત ના પિતા ભગવાન મહાકાલ ના પરમ ભક્ત રહ્યા છે અને તેમને શિવ ભગવાન પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રહેલી છે.આ મુખ્ય કારણ થી જ અમે ખાસ અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા માટે અહીં પહોંચ્યા છીએ.
આ શિવ પૂજામાં ઉપસ્થિત મહેમાનો ની વાત કરીએ તો મહાકાલ મંદિરના પૂજારી સાથે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી,રણવીર સિંહ,જેવા સેલિબ્રિટી વિશિષ્ટ રીતે આ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તમામ લોકોએ અંબાણી પરિવારના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા.
મહેન્દ્રસિંહ ધોની અને રણવીર સિંહ મંદિરના પૂજારી સાથે વાતચીત કરી ઘણો સમય વિતાવ્યો હતો.ત્યારબાદ તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે આ લગ્નના તમામ ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે જેમાં ૧૨ જુલાઈના રોજ અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે અને 13 તારીખના રોજ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને 14 તારીખના રોજ તમામ મહેમાનો માટે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવશે.