શહેર ને ભુલાવી દે તેવું ગામડા નું અનોખું જીવન
ગામ એ શહેરી જીવનની ધમાલથી દૂર એક ગ્રામીણ સ્થળ છે.અહીં પાક, ફૂલો, લીલાં વૃક્ષો વગેરેનાં ખેતરો છે. હાલ કોઈ પણ પ્રદૂષણ જોવા નથી મળી રહીયુ ત્યાં ખુબ સારું વાતાવરણ જીવ મળે છે. જ્યાં આપણા દેશ ખાસ business ખેતી છે. જ્યાં ઘણા લોકો હજી પણ ગામડામાં જોવા મળી રહિયા છે. અને વધારે લોકો શહેરમાં તરફ જઈ રહ્યા છે. ગામડા ના લોકો ખૂબ જ દયાળુ અને માયાળુ હોય છે.તે લોકો દરેક ના સુખ દુઃખ માં ભાગીદાર બને છે જેથી કોઈ ગામ નું વ્યક્તિ ઝિદગી થી કંટાળી નથી જતું.
ગામ માં ઉજવાતા તહેવાર જ ગામ ની રોનક માં ઉમેરો કરતા હોય છે ત્યાં નવરાત્રી દિવાળી રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો ખૂબ જ ધામધૂમ થી ઉજવતા હોય છે. ગામ ના રસ્તા કે મકાન ભલે કાચા હોય પણ માણસ મન ના પાક્કા અને સારા હોય છે ત્યાં દીવાલ ઉપર રંગીન કલર નહિ પરંતુ છાણાં જ દીવાલ ની સુંદરતા વધારતા હોય છે. ગામ ના વ્યક્તિ ઓ માં પશુ પ્રેમ પણ અનોખો જોવા મળતો હોય છે દરેક ના ઘરે આપણ ને પશુપાલન જોવા મળે છે.
સાંજ નું દર્શય પણ મન મોહી લે તેવું ઉભું થતું હોય છે જાણે ધરતી પર જ સ્વર્ગ ઉતરી આવ્યું હોય સાંજે પક્ષીઓ નો કિલોલ ખેતરે થી પાછા ફરતા ખેડૂતો ને મંદિર માં થતી ઝાલરો બસ આ જ દર્શય દિવસ નો થાક ઉતારી દે છે.સાંજે સૌ લોકો એક સાથે જમી ને બેસે છે ને મીઠી વાતો કરી ફરી નવા દિવસ ની શરૂઆત કરે છે ખરેખર ગામડા નું જીવન શહેર ના જીવન કરતા સર્વોત્તમ છે..તેથી જ ગામ એ ગામ બીજા બધા તો ખાલી બસ નામ જ રહેવાના..