અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા જ સર્જાયો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ
આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિરમાં બિરાજમાન થશે તથા લાખો ભક્તોની મનોકામના પૂર્ણ કરશે અને તમામ ભારતવાસીઓની આતુરતાનો અંત આવશે કારણ કે ખૂબ લાંબા સમય બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે આ ઉત્સવ સમગ્ર ભારતવાસીઓ માટે એક દિવાળીની જેમ જ ઉજવવામાં આવશે તથા સમગ્ર લોકો માટે નવું વર્ષ હશે. ત્યારે આ ઉત્સવ ને યાદગાર બનાવવા માટે દીવડાઓના માધ્યમથી એક અનોખો જ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માં આવ્યો હતો. જેમાં 14 રંગના ચૌદ લાખ દીવડાવો થી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની આકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને આકૃતિ લોકો વચ્ચે આકર્ષકનું કેન્દ્ર બની હતી.
લોકોને તે ખૂબ જ પસંદ આવી હતી અને દીવડાઓના માધ્યમથી ભગવાન શ્રીરામની પ્રતિમાને બનાવવામાં આવી હતી. આ દીવડાઓની બનેલી આકૃતિ એમ જ લાગી રહી હતી કે જાણે સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ દર્શન આપી રહ્યા હોય એટલું જ નહીં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નું ચિત્ર અને જય શ્રી રામના નારા સાથે તમામ લખાણ પણ કરવામાં આવ્યા હતા. તે દિવાળીના સમયે અયોધ્યા ની નદીના ઘાટ પર દીપ પ્રજવલિત કરવામાં આવ્યા હતા અને એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો તે તમામ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે.
આ વર્લ્ડ રેકોર્ડની સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને અયોધ્યાવાસે તથા સમગ્ર ભારતવાસીઓએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. કારણકે મૂર્તિ પ્રતિષ્ઠા નો આ ઉત્સવ દરેક ભારતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે તથા તેની માટે એક તહેવારની જેમ જ ઉજવવામાં આવશે આ કલાકૃતિ બિહારના અનિલ કુમારે તેમના 12 સાથીઓ સાથે ખૂબ મહેનતથી બનાવી હતી તેની લંબાઈ લગભગ ૨૫૦ ફૂટ છે અને તેની પહોળાઈ 150 ફૂટ હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની તેના મુખ્ય આયોજક હતા અને આ તમામ કારીગરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા આકૃતિ વખતે તેમને પૂરતો સાથ સહકાર પણ આપ્યો હતો.
અયોધ્યામાં થનારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં માત્ર ભારત દેશથી જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે. તેની સાથે સાથે ભારતના યશશ્રી વડાપ્રધાન પણ મૂર્તિ પ્રતિષ્ઠા ની તમામ વિધિઓમાં હાજર રહેશે. તેવો સરીઓ નદીમાં સ્નાન કરે આ વિધિમાં પોતાની હાજરી આપશે તથા ફરીવાર 14 લાખ દીવડાવો થી સમગ્ર અયોધ્યાને સજાવવામાં આવશે તથા ભગવાન શ્રીરામના ભજન કીર્તન અને ગુણગાન ગાવામાં આવશે. 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવવા જઈ રહ્યો છે. જેમાં દેશ વિદેશથી અનેક લોકો હાજરી આપશે તેની સાથે સાથે રાજનીતિ સાથે જોડાયેલા તથા ફિલ્મ જગત અને ટીવી સિરિયલો સાથે જોડાયેલા કલાકારો પણ હાજરી આપશે.
તેની માટે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં અનેક બૉલીવુડ અને હોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓને પણ આમંત્રણ આપ્યું છે તેમાં રામ મંદિરના ટ્રસ્ટીઓ જેકી શ્રોફના ઘરે પહોંચ્યા હતા અને તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ ને જોઈ તે ખૂબ જ રાજી થયા હતા અને આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટે જણાવ્યું હતું. આ બાદ કંગના રનોતને યુપી સરકાર દ્વારા રામ મંદિર માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે આ તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી જેમાં કંગના રનોચના ચાહકોએ અનેક લાઈક તથા કમેન્ટ કરી હતી.
લોકોએ કમેન્ટમાં જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. કંગના રનોધ હંમેશા તેમના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેથી જ તેમણે ચાહકોને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેની સાથે સાથે રણદીપ ઉડા ને રામ મંદિર માટે આમંત્રણ આપ્યું હતું તે આમંત્રણ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને રામ મંદિરમાં આવવા માટે ખૂબ જ આતુર છે. તેવું પણ કહ્યું હતું તેની સાથે સાથે જય શ્રી રામની જય પણ બોલાવી હતી. આબાદ ખૂબ જ ફેમસ થયેલી બોલીવુડની જોડી એવી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બાદ સાઉથ ના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપ્યું હતું.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Drone visuals of Lord Ram portrait prepared by Mosaic artist Anil Kumar using 14 lakh diyas at Saket Mahavidyalaya
— ANI (@ANI) January 13, 2024
(Courtesy: Office of Ashwini Chaubey) pic.twitter.com/62XnuHHMbS
તેઓ પણ આમંત્રણ કાર્ડને જોઈને ખૂબ જ ખુશ થયા હતા. તેમને આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરી હતી અને તેમના તમામ ચાહકોને આવવા માટે જણાવ્યું હતું. રોકે રજનીકાંતે સાઉથની સાથે સાથે તમામ ભારતવાસીઓના દિલમાં જોડાયેલા છે અન્ય અક્ષય કુમાર અમિતાભ બચ્ચન k.g.f થી ફેમસ થયેલા યસ તથા અન્ય બોલીવુડ અને હોલીવુડ અભિનેતા અભિનેત્રીઓ પણ આ અનોખા મહોત્સવમાં હાજરી આપશે. તેની સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે આપ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તમામ લોકો દિવાળીની જેમ જ ઉજવી રહ્યા છે અને તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees light lamps at the Lord Ram portrait prepared by Mosaic artist Anil Kumar using 14 lakh diyas at Saket Mahavidyalaya pic.twitter.com/yl7mKFQj7h
— ANI (@ANI) January 13, 2024