|

ખરેખર ધન્ય છે…કાળઝાળ ગરમીમાં પંચમહાલના યુવકે ગૌમાતા માટે અનલિમિટેડ તરબૂચની વ્યવસ્થા કરી, વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે

ગુજરાતના અનેક યુવાનો સેવા કાર્યમાં હંમેશા આગળ રહ્યા છે આ કારણથી ગુજરાતના સંસ્કારો અને સંસ્કૃતિ આજે પણ હંમેશા જીવંત રહ્યા છે. જેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે પંચમહાલ જિલ્લાના યુવકે એવું સેવાનું કાર્ય કર્યું છે કે જેની ચારે તરફ વાતો થઈ રહી છે. આ યુવકે જીવ દયા પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ જીવંત કર્યું છે. ચાલો આપને જણાવીએ કે આ યુવકે કેવા પ્રકારનું સેવા કાર્ય કર્યું છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજે શહેરમાં ચારે તરફ કાળજાળ ગરમી જોવા મળી રહી છે આ માહોલ વચ્ચે પશુઓને પોતાનું જીવન વિતાવવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે પરંતુ આ સમયમાં પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા એ ગાયો માટે તરબૂચ ની વ્યવસ્થા કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં ચારેકોર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો મન ભરીને આ યુવકના વખાણ કરી રહ્યા છે. પંચમહાલનો આ યુવક હંમેશા સેવા કાર્યમાં આગળ રહે છે આ કારણથી તેણે આજે અનેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.

આ કાળજાળ ગરમીમાં માનવીને રહેવું મુશ્કેલ થતું હોય તેવા સમયમાં આવા પ્રાણીઓ વિશે આવા યુવાનો વિચાર કરી ગો સેવા એ જ પ્રભુ સેવાના વિચારને ઉજાગર કરતા હોય છે. તરબૂચ નું ભોજન જોઈ ગાય માતા પણ ખુબ ખુશ થઈ ગઈ હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગાય માતામાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે આ કાર્યથી આજે આ યુવક પર 33 કોટી દેવી દેવતા રાજી થયા હશે. આ યુવક માત્ર ગૌ સેવા નહી પરંતુ વ્યક્તિથી માંડી પ્રાણી સુધીની સેવા કાર્યમાં હંમેશા આગળ રહે છે.

હાલમાં તો આ યુવક અને તેના કાર્યની ચર્ચા ચારે કોર સાંભળવા મળી રહી છે. ખરેખર યુવકના આ સેવા કાર્યનું લાખ લાખ વંદન છે સાથે સાથે તેમના માતા-પિતાના સંસ્કારને પણ ધન્ય છે આવા પુત્રો હોવા એ ખૂબ ભાગ્ય ની વાત છે. ખરેખર આવા યુવાનો જ સેવા કાર્યમાં હંમેશા આગળ રહી પોતાના જીવનના સફળતાના શિખરો પ્રાપ્ત કરી મા બાપ ભગવાનને સમગ્ર દેશનું નામ રોશન કરતા હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *