ગુજરાતની લોક ગાયિકા ઉર્વશી રાદડિયાએ રાજકોટમાં આવેલી બાલાજી ફેક્ટરીની લીધી મુલાકાત – જુઓ વાયરલ તસવીરો
ઉર્વશી રાદડિયાએ ગુજરાતમાં સંગીત ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે એમનો સૂર લોકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણથી તેમના દરેક લોક ડાયરા અને ગરબાના કાર્યક્રમોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ઉર્વશી રાદડિયા એ થોડા સમય પહેલા જ હરિદ્વારની પાવન ભૂમિમાં લોક ડાયરા ની રમઝટ જમાવી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.આ સાથે ઉર્વશી રાદડિયા માં ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો આ દરમિયાન તેઓ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના પહેરવેશમાં જોવા મળ્યા હતા.

ઉર્વશી રાદડિયાના માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો રહેલા છે આ કારણથી જ ઉર્વશી રાદડિયા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં તેને હાલમાં જ રાજકોટમાં આવેલી બાલાજી વેફર ફેક્ટરી ની મુલાકાત લીધી હતી.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં જોઈ શકો છો કે ઉર્વશી રાદડિયાએ કંપનીના કર્મચારીઓ સાથે વેફરના ઉત્પાદન વિશે માહિતી મેળવી હતી સાથે સાથે ફેક્ટરીમાં કેવી રીતે મશીનો કામ કરે છે તેની પણ જાણકારી મેળવી હતી. આ સાથે સાથે ઉર્વશી રાદડિયાએ ફેક્ટરીના ઓનરને ભવિષ્યમાં સફળતા માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.આ બાદ ઉર્વશી રાદડિયા ફેક્ટરી સાથે અનેક તસવીરો પણ લીધી હતી. આ તસવીરોમાં અત્યાર સુધી 4000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ આવી ચૂકી છે.

ઉર્વશી રાદડિયા આજે માત્ર સંગીત ક્ષેત્રે નહીં પરંતુ સમાજ ક્ષેત્રના દરેક કાર્યોમાં હંમેશા આગળ રહે છે આ કારણથી જ તેમને દરેક ગુજરાતવાસીઓના હૃદયમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. ઉર્વશી રાદડિયા અનેક મંદિરોની મુલાકાત લેતી પણ અનેકવાર જોવા મળે છે આ પરથી કહી શકાય કે ઉર્વશી પોતાના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ આજે પણ ભૂલી નથી આ કારણથી જ તે સંગીત ક્ષેત્રે ખૂબ જ સફળ થઈ રહી છે.
