ઉર્વશી રાદડિયાએ માં ગંગાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો સંગીતકાર ઉર્વશી રાદડિયા ને તો ઓળખતા જશો આ કલાકારે આજે સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે ડંકો વગાડી દીધો છે તેમના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક કાર્યક્રમમાં ખૂબ સાથ સહકાર અને પ્રેમ આપે છે. ઉર્વશી રાદડિયા ના અનેક ગીતો લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે આ સાથે સાથે તેના દરેક કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ઉર્વશી રાદડિયા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતા હોય છે ત્યારે તેમણે થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી પોતાના નવા પ્રવાસ માટેની તસવીરો શેર કરી હતી આ બાદ હાલમાં ઉર્વશી રાદડિયા ગંગા મૈયા ના ઘાટ પર જોવા મળી રહ્યા હતા જ્યાં ઉર્વશી રાદડિયાએ મા ગંગા ના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો.

આ તસવીરોમાં ઉર્વશી રાદડિયા બ્લેક કલર ની કુર્તીમાં જોવા મળી રહ્યા છે આ સાથે સાથે તેમની સાદગીએ પણ લોકોના દિલ જીતી લીધા હતા. ગંગા નદીના તટ પર ઉર્વશી રાદડિયાએ બંને હાથ જોડી મા ગંગાના દર્શન કર્યા હતા. ઉર્વશી રાદડિયાએ હરિદ્વારની પાવન ભૂમિ પર લોક ડાયરા ની રમઝટ જમાવી હતી. આ ડાયરામાં ખૂબ મોટી સંખ્યામાં હરિદ્વારની પાવનધરા પર લોકો ભેગા થયા હતા.

ઉર્વશી રાદડિયાએ મા ગંગાના સાનિધ્યમાં લોકોને પોતાના સુર થી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આટલા મોટા કલાકાર હોવા છતાં ઉર્વશી રાદડિયા હંમેશા પોતાના સંસ્કારો સાથે જોડાયેલા રહે છે આજ કારણથી આજે તેમના કાર્યક્રમો વિદેશની ધરતીમાં પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં તો ઉર્વશી રાદડિયા હરિદ્વારની પાવનભૂમિ પર લોક ડાયરામાં ધૂમ મચાવી રહ્યા છે.