વાહ વાહ!! ઓસ્ટ્રેલિયામાં પટેલ સમાજએ વટ પાડી દીધો, સાગર પટેલેના ગીત પર પાટીદારોએ હાથમાં પટેલ લખેલી નંબર પ્લેટ લઈ રાસ ગરબા ની રમઝટ જમાવી, જુઓ વાયરલ વિડિયો
આજના સમયમાં પટેલ એટલે કે પાટીદાર સમગ્ર વિશ્વમાં પોતાની મહેનત અને સંઘર્ષથી સફળતાના શિખરો પાર કરી ડંકો વગાડી રહ્યા છે આજે વિદેશોમાં જ્યાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં તેમણે પોતાની મહેનતથી નવસર્જન ઊભું કરી દીધું છે એટલે જ તો આપણે ઘણીવાર સાંભળ્યો છે કે કણમાંથી મણ કરે તે પાટીદાર પટેલ એટલે કે ઝીરો માંથી હીરો બની જનાર પટેલ આજે પાટીદારે સમગ્ર વિશ્વમાં સફળતા પ્રાપ્ત કરી ગુજરાતને ગર્વ પામ્યું છે તેના તો અનેક ઉદાહરણ છે આ કારણથી જ વિશ્વની ધરતીમાં પણ પાટીદાર સતત પોતાના જીવનમાં આગળ વધી સંઘર્ષના શિખરો પાર કરી સફળતાને પ્રાપ્ત કરતા હોય છે.
આજે વિદેશમાં પણ પાટીદારો ખૂબ મોટી સંખ્યામાં લોક ડાયરા અને રાસ ગરબામાં હાજરી આપતા હોય છે થોડા સમય પહેલા જ ગુજરાતી સિંગર અને સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરનાર સાગર પટેલ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ સાથે પાટીદારો એટલે કે પટેલ પણ જોવા મળ્યા હતા. સાગર પટેલે પોતાના સુર થી અલગ-અલગ લોકપ્રિય ગીતોથી રાસ ગરબા ની રમઝટ જમાવી હતી.
આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં સાગર પટેલના ચાહકો અને ગુજરાતમાં વસતા પાટીદારો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તમામ લોકોએ કોમેન્ટના માધ્યમ દ્વારા પાટીદારોના જુસ્સા અને સંઘર્ષ થકી સફળતા પ્રાપ્ત કરનાર તમામ લોકોના ખૂબ જ વખાણ કર્યા હતા.
આપ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ઓસ્ટ્રેલિયામાં વસતા પાટીદાર પોતાના ગાડીની નંબર પ્લેટમાં પાટીદાર લખાવી સાગર પટેલ ની સાથે રાસ ગરબા રમી રહ્યા છે. આ સાથે જ સાગર પટેલ ખૂબ જ લોકપ્રિયતા પામેલુ ગીત ગર્વ છે મને હું પાટીદાર છું આ ગીતથી તમામ લોકોને જુમાવી રહ્યા છે. આપણે ઘણી વાર જોયું હશે કે વિદેશની ધરતીમાં પણ ઘણા લોકો પોતાના ઘર ગાડી અને અન્ય પ્રોપર્ટીમાં પાટીદાર એટલે કે પટેલની પ્લેટ લગાવતા હોય છે જ્યારે આ રાસ ગરબા ના કાર્યક્રમમાં તમામ પાટીદાર લોકો પોતાના ગાડીની નંબર પ્લેટ લઈ આ રાસ ગરબા ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા જે આ તમામ લોકોએ ગર્વ છે મને હું પાટીદાર છું ગીત પર મન મૂકીને જુમ્યા હતા.
ગુજરાતી સિંગર સાગર પટેલ હાલમાં વિદેશના કાર્યક્રમોમાં તમામ ગુજરાતવાસી તથા પાટીદાર લોકોને ગરબાની મોજ કરાવી રહ્યા છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ખૂબ જ ધૂમ મચી ગઈ હતી આ સાથે જ સમગ્ર દેશ દુનિયામાં પાટીદાર લોકોએ ગર્વ અપાવ્યું છે હંમેશા તેઓ પોતાની સંસ્કૃતિ સંસ્કારો અને સભ્યતા સાથે જોડાયેલા રહે છે માત્ર એક જાતિ જ નહીં પરંતુ તમામ જાતિને માન સન્માન આપી તેમના પ્રત્યે પોતાનો પ્રેમ સમગ્ર વિશ્વમાં રજૂ કરતા હોય છે.