વડોદરાના એક યુવક દ્વારા 108 ફૂટની લાંબી અગરબત્તી બનાવી અયોધ્યામાં કરવામાં આવ્યું તેનું ભવ્ય સ્વાગત જુઓ તેની સુંદર તસવીરો

સમગ્ર ભારત 22 જાન્યુઆરી 2024 ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કારણ કે આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લાંબા વર્ષ બાદ અયોધ્યા માં બિરાજમાન થશે તથા આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી લોકો હાજરી આપશે. ત્યારે દરેક લોકો પોતાનું યોગદાન રામ મંદિર માટે આપી રહ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા વડોદરામાં 108 ફૂટની લાંબી અગરબત્તી અયોધ્યા જવા માટે રવાના થઈ હતી. તે આખરે અયોધ્યા પહોંચી ગઈ છે જ્યાં અયોધ્યાની સમિતિ તથા સાધુ સંતો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અગરબત્તી દરેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તથા આ અગરબત્તીના લોકોએ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વખાણ કર્યા હતા અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

108 ફૂટની આટલી મોટી લાંબી અગરબત્તી જોઈને સૌ લોકો તેમાં મોહિત થઈ ગયા હતા. આ અગરબત્તી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રગટાવવામાં આવશે તથા દરેક ભક્તો તેને જોઈ શકશે. આ અગરબત્તીની વિશેષતા એ છે કે તે દોઢ મહિના સુધી ચાલશે અને દોઢ મહિના સુધી સમગ્ર રામ મંદિરને સુગંધિત કરશે ગુજરાતના રહેતા રામભક્ત ગોપાલક વિહાભાઇએ ખૂબ જ મહેનતથી આ અગરબત્તી બનાવી હતી અને તેના વિડીયો અને ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. હાલમાં તો આ અગરબત્તીના સૌ લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે તથા લોકો જોર જોરથી જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા છે. આ અગરબત્તી નું સ્વાગત રામધુન તથા રામ કીર્તન ગાયને કરવામાં આવ્યો હતો તથા તેની પૂજા પણ કરવામાં આવી હતી.

108 ફૂટની લાંબી અગરબત્તી બનાવવા માટે ૩૭૬ કિલો ઉપરનો છે 191 કિલો ગીર ગાયનું ઘી 280 કિલો જવ 280 કિલો તલ 450 kg હવન સામગ્રી તથા 1475 કિલો ગાયના છાણના ભૂકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ કુદરતી સ્ત્રોતથી આ અગરબત્તીને બનાવવામાં આવી હતી. આ અગરબત્તી બનાવવામાં તેના એ પણ પૂરતો સાથ સહકાર આપી. રાત દિવસ આ અગરબત્તી બનાવવામાં મહેનત કરી હતી ત્યારે આજે આ અગરબત્તી અયોધ્યા ખાતે પહોંચવામાં આવી હતી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને સમર્પિત કરવામાં આવી હતી. હાલમાં તો આ અગરબત્તીને વ્યવસ્થિત રીતે સાચવવામાં આવી છે અને 22 જાન્યુઆરીના રોજ દરેક ભક્તો તેના દર્શન કરી શકશે.

ત્યારે થોડા સમય પહેલા જ અમદાવાદથી એક અનોખી ભેટ અયોધ્યા માટે મોકલવામાં આવી છે. જેના વિડીયો અથવા ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. તેમાં કમેન્ટ બોક્સમાં લોકો જય શ્રી રામના નારા લગાવ્યા હતા અમદાવાદના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા 450 કિલો નું વિશાળ અને ખૂબ જ આકર્ષક નગારુ બનાવવામાં આવ્યું હતું. આ નજારો અયોધ્યાના રામ મંદિરની શોભામાં વધારો કરશે તથા દરેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે હાલમાં તો આ નગારું ડાકોર ખાતે પહોંચ્યું છે.

જે ટૂંક જ સમયમાં અયોધ્યા ખાતે પહોંચશે અને 22 જાન્યુઆરી 2024 એ દરેક ભક્તો આ નગારુ જોઈ શકશે અનેક ધાર્મિક સ્થળોએ આ નગારાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મંદિરના સાધુ સંતો હાજર રહ્યા હતા તથા આ નગારાને જોઈને ખૂબ જ વખાણ પણ કર્યા હતા. આ નજારો ની વિશેષતા એ છે કે 25 થી 30 કારીગરોએ દિવસ રાત મહેનત કરીને આ નગારુ બનાવ્યું હતું. આ નગારા નો અવાજ અને તેનું કદ પણ ખૂબ જ વિશાળ છે.

આ નગારાનો વજન 450 કિલો કરતાં પણ વધારે છે અને જેનું આયુષ્ય 1000 વર્ષનું છે ત્યારે આ નગારાના વખાણ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ જોવા મળ્યા હતા ઘણા લોકો કહી રહ્યા છે કે આ નગારુએ ભગવાન શ્રીરામના આશીર્વાદ જ છે ઘણા લોકો આ નગારાના કારીગર ને ખુબ ખુબ અભિનંદન પાઠવી રહ્યા છે. આ નગારાની સાથે સાથે તેને બનાવનારા મજૂરો તથા કારીગરો પણ 22 જાન્યુઆરી 2024 ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. આ મંદિરના મહોત્સવમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજરી આપવા જઈ રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *