૪૮ વર્ષ ની ઉંમરે બોલીવુડ ની દિગ્ગજ અભિનેત્રી સુસ્મિતા સેન પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે કરવા જઈ રહી છે લગ્ન પરંતુ તેના બોયફ્રેન્ડ સામે એવી શરત રાખી કે ચાહકો પણ ગુસ્સે થઈ ગયા
આપ સૌ લોકો બોલીવુડ ની દિગ્ગજ અભિનેત્રી સુસ્મિતા સેન ને તો ઓળખતા જ હશો. હા અભિનેત્રીએ સમગ્ર વિશ્વમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ નામના અપાવી છે. સુસ્મિતા સેને બોલિવૂડ ક્ષેત્રના દરેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે તેમને પોતાના જીવનમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે અનેક સંઘર્ષ કર્યા છે ખૂબ જ નાનકડા પરિવાર માંથી આવતી સુસ્મિતા સેન આજે દિગ્ગજ બોલીવુડ અભિનેત્રી માની એક બની ગઈ છે.
હાલમાં તો સુસ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ રોહમોન શોલ સાથે પોતાનો સમય વિતાવી રહી છે. તેની અવારનવાર તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે જેમાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે જોકે સુસ્મિતા સેન સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં તો તેને પોતાના બોયફ્રેન્ડ સાથેની અનેક તસવીરો શેર કરી હતી.
સુસ્મિતા સેન ના તમામ ચાહકો તેના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં સુસ્મિતા સેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ઘણા લોકો પોતાની ભૂતપૂર્વ મિત્રતા જાળવી રાખે છે પરંતુ તે મિત્ર સાથે રહીને સીમાઓ કેટલી દૂર રાખવી તે જાણતા નથી. સુસ્મિતા સેને વધુ જણાવતા કહ્યું કે પોતાના ભૂતપૂર્વ મિત્ર સાથે મિત્રતા રાખવી શક્ય છે. તેમાં કંઈ પણ ખોટું નથી મેં ઘણીવાર આ કાર્ય કર્યું છે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.
આબાદ સુસ્મિતા સેન ને પૂછવામાં આવ્યું કે તમે હાર્ટ બ્રેક અને બ્રેકઅપ વિશે શું માનો છો ત્યારે તેણે કહ્યું કે મારુ જીવન એક ખુલ્લી કિતાબ છે જેને કોઈ પણ વ્યક્તિ વાંચી પોતાના જીવનમાં પ્રેરણા મેળવી શકે છે. તમે કયા નિર્ણય લો છો? કઈ વસ્તુ તમને નુકસાન પહોંચાડે છે અને કઈ વસ્તુ તમને ઘણો ફાયદો કરાવે છે. કઈ ભૂલ માંથી તમે શું શીખીને આગળ વધો છો તે વધારે નિર્ભર છે.
સુસ્મિતા સેને પોતાના લગ્ન વિશે કહ્યું કે જો કોઈ વ્યક્તિ મને યોગ્ય લાગે અથવા તેના ગુણો યોગ્ય લાગે તો હું તેની સાથે લગ્ન કરવાનું ચોક્કસપણે પસંદ કરીશ. તે વ્યક્તિ મને ક્યારે મળે તેનો કોઈ સમય નક્કી નથી તેથી સુસ્મિતા સેન ના લગ્ન પ્રત્યે તેના ચાહકો વચ્ચે અનેક અટકળો હાલમાં ચાલી રહી છે.હવે જોવાનું એ રહ્યું કે સુસ્મિતા સેન આવનારા સમય માં કોની સાથે અને ક્યારે લગ્ન કરી શકે છે.