વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાને લગ્નમાં કામસૂત્રના પુસ્તકની આપી ભેટ, આ ગિફ્ટ આપનાર બીજું કોઈ નહીં પરંતુ…
આપ સૌ લોકો જાણતા હશો કે ભારતમાં કરોડોનું દેવું કરનાર વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલીયા હાલમાં જ લંડન માં પોતાની ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. આ લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ રીતરિવાજ અનુસાર આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવારજનો પણ હાજર રહ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે સિદ્ધાર્થ માલ્યાએ પોતાના લગ્નમાં મળેલી અનેક ગિફ્ટ ની તસ્વીરો પણ શેર કરી હતી તેમાંથી એક ગિફ્ટ લોકો માટે ચર્ચાનું વિષય બન્યું હતું.
સિદ્ધાર્થ માલ્યા એ શેર કરેલી તસ્વીરમાં કોઈ વ્યક્તિએ તેને લગ્નમાં કામસૂત્રના પુસ્તકની ભેટ આપી હતી જેની તેણે instagram એકાઉન્ટમાં સ્ટોરી પણ મૂકી હતી. આ તસવીરના કેપ્શનમાં સિદ્ધાર્થ માલીયા એ લખ્યું હતું કે તુષિતા પટેલ મારા માટે લગ્નની શ્રેષ્ઠ ભેટ લાવ્યા છે. હવે આપને જણાવીએ કે આ તૃષીતા પટેલ કોણ છે તો એ વિજય માલ્યાના આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે અને તેઓએ લગ્નમાં હાજરી આપી સિદ્ધાર્થમાલીયા ને કામસૂત્રના પુસ્તકની ભેટ આપી હતી. આ સ્ટોરી નો જવાબ આપતા તૃષિતા પટેલે કહ્યું હતું કે હવે મનપસંદ છોકરાએ લગ્ન કરી લીધા છે. હું તેને આ પુસ્તકની ભેટ અર્પણ કરું છું.
આ ગિફ્ટ જોતા ની સાથે જ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. આમ તો આવી ભેટ મિત્ર તરફથી જ મળતી હોય છે સિદ્ધાર્થમાલીયા ને પણ આવી ભેટ તેના પિતાના આસિસ્ટન્ટ મેનેજર તરફથી પ્રાપ્ત થઈ હતી. આ લગ્નમાં ઉપસ્થિત રહેલા મહેમાનોની વાત કરીએ તો તેમાં વિજય માલ્યાના ભાઈ જ લલિત મોદી જોવા મળ્યા હતા તેઓ પણ ભારતમાંથી કરોડોનું દેવું કરી દેશમાંથી ભાગી ગયા હતા. આ લગ્નમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર ક્રિસ ગેલ પણ હાજર રહ્યો હતો.
પોતાના દીકરાના લગ્નમાં વિજય માલ્યા પણ નાચતો જોવા મળ્યો હતો. આ લગ્ન પહેલા અનેક ફંક્શન અને ડીજે નાઇટ પાર્ટીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો હાલમાં તો આ લગ્ન અને તેમાં મળેલી સિદ્ધાર્થ માલિયાની ગિફ્ટ ચારે કોર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પોતાના અલગ અલગ મંતવ્ય કોમેન્ટ ના માધ્યમથી આપી રહ્યા છે. આ લગ્નમાં સિદ્ધાર્થ માલીયા ની ગર્લફ્રેન્ડ જાસ્મીન પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી તેની સુંદરતા સામે ફિલ્મની અભિનેત્રી પણ વિકી પડે છે.