રાજકોટનું એક એવું ગામ જેને જોઈ તમે સ્વર્ગને પણ ભૂલી જશો, ગામના લોકોએ એવું કર્યું કે જાણીને તમે પણ હેરાન રહી જશો
આજના ટેકનોલોજીના યુગમાં પણ હજુ ગુજરાતના અને ગામડાઓમાં વિકાસ થયો નથી. આજે પણ અનેક ગામડાઓ જોવા મળે છે કે જ્યાં પાણી વીજળી રસ્તા અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે ગ્રામજનોને ખૂબ દૂર જવું પડે છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે આવા ગામડાઓમાં હવે આજના સમયમાં વિકાસ થયો ખૂબ જરૂરી બની ચૂક્યો છે.

ગુજરાત માં નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ આજે એવા ગામડાઓ જોવા મળે છે કે જ્યાં વિકાસ દૂર દૂર સુધી જોવા મળતો નથી આ ગામમાં કોઈ વિકાસ અર્થે સાર સંભાળ લેવા પણ આવતું નથી જેને કારણે ગ્રામજનોને હંમેશા માટે મુશ્કેલીના સમયમાંથી પસાર થવું પડે છે. સાથે સાથે ગ્રામ વાસીઓને પાયાની સગવડ થી પણ વંચિત રહેવું પડે છે. પરંતુ આજે એક એવા ગામડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને જોઈને આપ શહેરોને અને વિદેશને પણ ભૂલી જશો. ગામ જોતા ની સાથે જ તમને સ્વર્ગ કરતા પણ વિશેષ અનુભવ થશે. આ ગામનો વિકાસ જોઈ અન્ય ગામના લોકોએ પણ તેમાંથી પ્રેરણા લઈ પોતાના ગામમાં વિકાસ કરવાનું નક્કી કર્યું છે.

આ ગામ કોઈ વિદેશનું નહીં પરંતુ રાજકોટના ધોરાજી પંથકથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં પ્રવેશતા ની સાથે જ એક ભવ્ય પ્રવેશદ્વાર જોવા મળશે ત્યારબાદ તમને દરેક રોડ રસ્તાઓ સ્વચ્છ અને સુંદર જોવા મળશે. આ ગામમાં દરેક જગ્યાએ રોડ રસ્તા પર બ્લોક નખાયેલા છે. આ ઉપરાંત ગામમાં પ્રકૃતિનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે તેથી જ દરેક જગ્યાએ તમને વૃક્ષો અને ફૂલ છોડ જોવા મળશે. સાથે સાથે ગામના બાળકોને વૃદ્ધ લોકો માટે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. માત્ર બગીચો જ નહીં પરંતુ તેમાં કસરતના સાધનો અને બાળકોને રમવાના સાધનો પણ મૂકવામાં આવ્યા છે.

ગામના દરેક લોકોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાના પ્રતીકને ધ્યાનમાં લઇ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે જે આ લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ ગામમાં દરેક લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે 45 મિનિટ સુધી પાણી આપવાની વ્યવસ્થા કરી છે જેથી પાણીનો બગાડ ન થાય અને દરેક લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. માત્ર પાયાની સગવડ જ નહીં પરંતુ દરેક લોકો ટેકનોલોજી વિશે જાણકારી મેળવી શકે તે માટે ગામમાં નેટવર્ક ટાવરની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ગામની પંચાયતમાં આવતી તમામ રકમ ગામના વિકાસ માટે વાપરવામાં આવે છે જેથી કરી ગામ સાથે સાથે અનેક સુખ સુવિધા નો પણ વિકાસ કરી શકાય. આ ગામે પોતાની મહેનત વડે ગામનો ખૂબ વિકાસ કર્યો છે આ ગામના વિકાસ એ શહેરના લોકોને પણ વિચારવા માટે મજબૂર કરી દીધા હતા આ ગામની ચર્ચા આજે ચારેકોર ચાલી રહી છે.
