ગુજરાતી ની વાત જ ના થાય!! પ્લેનમાં ગુજરાતી લોકોએ દ્વારકાધીશનો જય જય કાર અને હર હર મહાદેવનો નાદ ગુંજાવ્યો વાયરલ વીડિયો જોઈ તમે ખુશ થઈ જશો
આજે સમગ્ર વિશ્વમાં ગુજરાતી છવાયેલા છે. દુનિયાના કોઈપણ ખૂણે ગુજરાતી જાય છે ત્યાં પોતાનું ગુજરાત બનાવે છે આ વાત તદ્દન સાચી છે. ગુજરાતના લોકો વિશ્વના કોઈપણ ખૂણે પોતાની સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મને ક્યારેય ભૂલતા નથી તેથી જ આજે ગુજરાતી પ્રજા સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે.આ સાથે સાથે ગુજરાતી પ્રજાએ વિદેશના લોકોને પણ ગુજરાતી બનાવી દીધા છે.
હાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી ને ગર્વ અપાવે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.વિડિયો માં આપ જોય શકો છો કે એક પ્લેનમાં માત્ર ગુજરાતી બેઠા છે.આપ સૌ લોક જાણતા જશો કે ગુજરાતી લોકો પોતાના દરેક કાર્યની શરૂઆત ભગવાનના જય જય કારથી કરતા હોય છે. આ પ્લેનમાં પણ ગુજરાતી લોકોએ પ્લેનને સમગ્ર ગુજરાત બનાવી દીધું હતું.
પ્લેનમાં તમામ સૂચનો પૂર્ણ થયા બાદ ગુજરાતી લોકો જોરથી બંને હાથ ઊંચા કરી ભગવાન દ્વારકાધીશનો જય જયકાર કરે છે. આ બાદ હર હર મહાદેવ નો નાથ સમગ્ર પ્લેનમાં ગુંજી ઊઠે છે. આ વિડીયો એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા કારણ કે ગુજરાતી લોકો કોઈપણ જગ્યાએ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલતા નથી. વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળ્યો છે.
વીડિયોમાં લોકોએ કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે આપની યાત્રા શુભ રહે આ સાથે લોકોએ કોમેન્ટ દ્વારા જય જય કાર બોલાવ્યો હતો. ઘણા લોકોએ ગુજરાતી હોવાનું ગર્વ અનુભવ્યું હતું. ઘણાય લોકોએ કહ્યું હતું કે મને પણ આ જોઈને તમારી સાથે આવવાનું મન થઈ ગયું. આવી રીતે અનેક લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા પરંતુ આ વિડીયો એ દરેક લોકોના દિલ જીતી લીધા છે.
આવા લોકોને કારણે જ ગુજરાતની સંસ્કૃતિ સંસ્કારો જળવાઈ રહ્યા છે આવનારી પેઢીને આ લોકો સંસ્કાર સંસ્કૃતિ ની ભેટ આપી રહ્યા છે.ગુજરાતી ભાષા પણ આટલી મીઠાશ ધરાવે છે. જેને સાંભળી દરેક લોકોના હૃદય ખુશ થઈ જાય છે હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં દરેક લોકોના દિલ જીતી રહ્યો છે.