લંડનમાં કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કપલે જય શ્રી રામના લગાવ્યા નારા જુઓ વાયરલ વિડિયો

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન વિરાટ કોહલી અને તેમનો પરિવાર હંમેશા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. આ દરમિયાન આપણે સૌ લોકો જાણીએ છીએ કે વિરાટ કોહલી ભારત વિશ્વવિજેતાની ઉજવણી બાદ પોતાના પરિવાર સાથે લંડન જવા માટે રવાના થયો હતો. આ સમય વચ્ચે હાલમાં જ લંડન માં આ કપલ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં લંડન માં આયોજિત યુનિયન ચેપલમાં કૃષ્ણદાસ ના કીર્તનમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ભગવાનની ભક્તિમાં લીન જોવા મળે છે.

આ તસવીર અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આ વિડીયો વાયરલ પોતાની સાથે જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ના ચાહકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. કારણકે આટલા મોટા સેલિબિટે હોવા છતાં પણ ભજન ભક્તિ અને પોતાના સંસ્કારો હંમેશા વિદેશમાં પણ પોતાની સાથે રાખે છે. આ કારણથી જ આજે બંનેની જોડી લોકોને ખૂબ જ પસંદ આવે છે અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બની છે.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે અનુષ્કા શર્મા જયશ્રીરામના નારા લગાવી રહી છે જ્યારે વિરાટ કોહલી આંખો બંધ કરી ભક્તિમાં મસ્ત મગન જોવા મળી રહ્યો છે. આ સાથે જ અનુષ્કા શર્મા બ્લુ ટોપ માં સિમ્પલ લુક સાથે જોવા મળી હતી. આ સાથે વિરાટ કોહલીએ બ્રાઉન જેકેટ અને માથામાં બ્રાઉન કેર પહેરી છે. વીડિયોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભગવાનની ભક્તિમાં લીન જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જે કૃષ્ણદાસ ના કીર્તનમાં જોવા મળ્યા તે આખરે કોણ છે. કૃષ્ણદાસે 1960ના વર્ષમાં પોતાની ભગવાન પ્રત્યેની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી. આ બાદ તેઓ ભારતના નીમ કરોલી બાબાના શિષ્ય બન્યા હતા. આ બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેઓના ભક્ત બન્યા હતા. થોડા સમય પહેલા એરપોર્ટ પર વાયરલ થયેલા વીડિયોમાં વિરાટ કોહલી ના ફોન ના વોલપેપરમાં પણ નીમ કરોલી બાબાનો ફોટો જોવા મળ્યો હતો. આ પહેલા પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડન ભજન કીર્તનમાં જોવા મળ્યા હતા.

પરંતુ સોશિયલ મીડિયામાં લંડન સમાચાર સાંભળતાની સાથે ચાહકો એવો અનુમાન લગાવ્યું હતું કે હવે કાયમ માટે આ કપલ લંડન શિફ્ટ થઈ શકે છે. આ પહેલા પણ વિરાટ કોહલી ક્રિકેટમાંથી લાંબો બ્રેક લીધો હતો ત્યારે પોતાની દીકરી વામીકા સાથે લંડન જ પોતાનો સમય પસાર કર્યો હતો. અનુષ્કા શર્માએ પોતાની પ્રેગનેન્સી દરમિયાન લંડન ઘણો ખરો સમય વિતાવ્યો છે આ કારણથી જ કપલ માટે લંડન તેમના હૃદયની ખૂબ જ નજીક છે. હાલમાં તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને લોકો એ કૃષ્ણદાસ ના ભજન કીર્તનમાં પોતાનો સમય પસાર કર્યો હતો. આ ભક્તિભાવ જોઈ તમામ લોકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *