|

મેચની બ્રેક દરમિયાન વિરાટ કોહલીએ શર્ટ લેસ માં બીચ પર વોલીબોલ રમી સમય પસાર કર્યો યશસ્વી જસવાલ વિરાટ કોહલીની ફિટનેસ જોઈ ચાહકોના તો પરસેવા છૂટી ગયા

હાલ સમગ્ર દેશમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ નું શાનદાર માહોલ ચાલી રહ્યો છે જેમાં ટીમ ઇન્ડિયા ધીમે ધીમે પ્લેઓફ તરફ સતત આગળ વધી રહી છે હવે જોકે ટીમ ઇન્ડિયા ની માત્ર એક મેચ બાકી રહી છે તેવો હવે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. તમામ ભારતની ટીમના ચાહકો આ વખતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વિજેતા બને તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં ભારતની ટીમ કેવું પફોર્મન્સ કરી શકે છે.

ભારતની ટીમ આ વખતે પ્રથમ મેચથી જ પોતાના શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે જેમાં સૂર્યકૂમાર યાદવ, હાર્દિક પંડ્યા રોહિત શર્મા વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, અર્ષદીપસિંહ એવા અનેક ખેલાડીઓએ ભારતની ટીમને શાનદાર જીત અપાવી છે.

પરંતુ મેચના બ્રેક વચ્ચે ભારતની સમગ્ર ટીમએ ભરપુર આનંદ માણ્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમાં વિરાટ કોહલી,હાર્દિક પંડ્યા,શિવમ દુબે, સંજુ સેમસન જેવા ખેલાડીઓ જોવા મળ્યા હતા. આ તમામ ખેલાડીઓએ વન-ડે બ્રેકમાં વોલીબોલ ની મજા માણી હતી.જેમાં તમામ ખેલાડીઓ વચ્ચે શાનદાર વોલીબોલની મેચ રમાઈ હતી.

આ દરમિયાન ભારતની ટીમના તમામ ખેલાડીઓ ખૂબ જ ફીટ લાગી રહ્યા હતા. વિરાટ કોહલી, જયસ્વાલ જેવા ખેલાડી હોય શર્ટ લેસ થઈ બીચ પર વોલીબોલ રમતા જોવા મળ્યા હતા. જોકે આ વોલીબોલ મેચમાં ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્મા જોવા મળ્યા ન હતા. પરંતુ કોહલીની ફિટનેસ જોઈ લોકોએ આવનારી મેચમાં વિરાટ કોહલી શાનદાર પર્ફોર્મન્સ કરે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આપને જણાવી દઈએ કે પોતાની પ્રથમ ત્રણ મેચમાં કોહલી રન બનાવવામાં સફળ રહ્યા નથી.

પરંતુ વિરાટ કોહલી ફરીવાર ક્રિકેટની મેચમાં કમ્બેક કરવાનું ખૂબ જ સારી રીતે જાણે છે આ કારણથી જ ચાહકો હવે વિરાટ કોહલી ને પોતાના જુના પર્ફોમન્સમાં જોવા માંગે છે. આ વોલીબોલની મેચમાં ભારતની ટીમના તમામ ખેલાડીઓ ખૂબ જ ફીટ અને હિટ લાગી રહ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે વિરાટ કોહલી પોતાનો સૌથી વધારે સમય ફિટનેસ પાછળ પસાર કરે છે.

ભારતની ટીમમાં સૌથી વધારે ફીટ ખેલાડી વિરાટ કોહલીને માનવામાં આવે છે આ જ તેમનું મુખ્ય કારણ છે કે કોઈપણ મેચમાં તે ખૂબ જ શાનદાર પર્ફોર્મન્સ કરે છે તેથી જ તેને કિંગ તરીકે ઓળખવામાં આવે છે. આજે વિરાટ કોહલી સામે બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ પણ ફીકા પડે છે કારણ કે આટલી ઉંમરે પણ વિરાટ કોહલી એકદમ ફિટ જોવા મળી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *