|

IPLમાં ધૂમ મચાવી વિરાટ કોહલીને આદર્શ માનતો આ ખેલાડી ની સંઘર્ષ કહાની સાંભળી તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે

Iplમાં દરેક ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે રમવાનું સપનું લઈને આવતા હોય છે તેવામાં ઘણા ખેલાડીઓ iplમાં પોતાનો સિતારો ચમકાવીને આગળ વધતા હોય છે આવી અનેક કહાનીઓ આપણને આઇપીએલમાંથી જોવા મળે છે. આજે આપને એક એવી જ ખેલાડીની કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ. આંધ્ર પ્રદેશ ના વિશાખાપટ્ટનમ માંથી આવતો નીતીશકુમાર આજે પોતાની બેટિંગ અને બોલિંગને લઈને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો એક સ્ટાર પ્લેયર બની ગયો છે.

નીતીશ કુમારે પોતાની પહેલી જ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પંજાબ કિંગ સામે 37 બોલમાં 64 રનની ઇનિંગ્સ રમી ચોકાવી દીધા હતા.નીતીશ કુમારે ચાર ચોગા અને પાંચ છગ્ગા સાથે 172.97 સાથેની સ્ટ્રાઈક રેટ માં રમી સનરાઇઝર્સ હૈદરાબાદની જીતને વધુ મજબૂત બનાવી દીધી હતી. તેણે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ પોતાનું સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. બોલિંગમાં તેણે ત્રણ ઓવરમાં 33 રન આપી એક વિકેટ ઝડપી હતી.

આવનારા સમયમાં તે ભારત માટે રમી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નીતીશ કુમારે આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે પરંતુ આજે તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ રમીને સૌના દિલ જીતી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે તેને માત્ર 20 લાખ માં ખરીદ્યો હતો. પરંતુ ઘણી સિઝન માટે કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. પરંતુ આ વખતે નીતીશકુમાર કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. નીતીશ કુમારે સીએસકે ની ટીમ સામે પણ આઠ બોલમાં 14 રનિંગ રમી હૈદરાબાદને જીત નજીક લાવી દીધી હતી.

આ બાદ જ્યારે પંજાબ સામે ખૂબ જ મુશ્કેલીમાંથી ટીમ પસાર થઈ રહી હતી ત્યારે નીતીશકુમાર એ આવીને ટીમને સન્માન જનક સ્કોર સુધી પહોંચાડી હતી. નીતીશકુમાર પોતાના જીવનમાં વિરાટ કોહલીને આદર્શ માને છે. એને વિરાટ કોહલી પાસેથી ઘણું બધું શીખ્યું છે અને તે જ પોતાના જીવનમાં પણ ફોલો કરે છે. નિતેશ 2017 18 માં આંધ્ર પ્રદેશ માટે વય જૂથ ક્રિકેટમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો તેમાં પણ તેણે ખૂબ જ સારું પ્રદર્શન કરી પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું.નીતીશે 1237 રન બનાવ્યા હતા જે તે ટુર્નામેન્ટમાં સૌથી વધારે હતા. આ બાદ તેણે એક ત્રેવડી સદી અને બે સદી તથા બે અડધી સદી ફટકારી હતી.

તેણે 366 બોલમાં 441 રન બનાવ્યા હતા. 2018 માં વાર્ષિક ટુર્નામેન્ટ આઈસીસી પ્રસંગે તેની મુલાકાત વિરાટ કોહલી સાથે થઈ હતી. નીતીશ કુમારને સફળ બનાવવા માટે તેના પિતાના પણ અનેક સંઘર્ષો રહ્યા છે તેથી જ તે અવારનવાર ઇન્ટરવ્યૂમાં પોતાના પિતાને પણ હંમેશા યાદ કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *