રાધિકાને ગળે લગાવી રડી પડ્યા પિતા વિરેન મર્ચન્ટ સસરા મુકેશ અંબાણી પણ થયા ખૂબ જ ભાવુક જુઓ વાયરલ દ્રશ્યો

હાલ સમગ્ર દુનિયામાં ચારે તરફ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે. આખરે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા મર્ચન્ટ પરિવાર દ્વારા અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ લગ્ન પહેલા મર્ચન્ટ પરિવારના ઘર આંગણે ગ્રહશાંતિ પૂજા નું આયોજન થયું હતું જેમાં રાધિકા મર્ચન્ટે ભક્તિભાવ પૂર્વક ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ લગ્ન માટે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચાહકો પણ રાધિકા અને અનંતને લગ્નજીવન માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કારણ કે સમગ્ર અંબાણી પરિવાર માટે પોતાના દીકરા અનંતના લગ્ન ખૂબ જ ખાસ અને વિશિષ્ટ છે.

આપ સૌ લોકો જાણીને ખૂબ જ ખુશ થશો કે અંબાણી પરિવાર પોતાની વહુ રાધિકાને વહુ નહીં પરંતુ પોતાની દીકરી સમજી ઘરે લાવવા જઈ રહ્યા છે. દરેક દીકરી ના પિતા ભગવાન પાસે એવી પ્રાર્થના કરતા હોય છે કે મારી દીકરીનું સાસરિયું તેને અનેક ગણો પ્રેમ આપે. અંબાણી પરિવારનો રાધિકા પ્રત્યે પ્રેમ જોઈ મર્ચન્ટ પરિવાર પણ ચિંતા મુક્ત થતો જોવા મળ્યો હતો. રાધિકા અંબાણી પરિવારની વહુ નહીં પરંતુ તેમની દીકરી છે. આવા સંસ્કારોને કારણે જ આજે સમગ્ર દેશ દુનિયામાં અંબાણી પરિવાર સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યો છે.

રાધિકા મર્ચન્ટ ના પિતા પોતાની દીકરીને ગળે લગાવી ખૂબ જ ભાવુ થતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે તમામ અંબાણી પરિવારના સભ્યોને આખો ભીની થઈ ગઈ હતી અને રાધિકાના સસરા મુકેશ અંબાણી પણ તેને દીકરીનું માન સન્માન આપે ગળે લગાવી રડતા જોવા મળ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે દીકરીને વિદાય કરવી એ દરેક પિતા માટે ખૂબ જ કઠિન હોય છે પરંતુ સંસારના નિયમ પ્રમાણે જીવન જીવવું પડે છે આ કારણથી જ કાળજા સમાન દીકરીને બીજા ઘરે દરેક પિતાને દિલ પર પથ્થર રાખી વિદાય કરવી પડે છે.

દરેક દીકરી નો પરિવાર એના લગ્નની રાહ લાંબા વર્ષોથી જોતો હોય છે પરંતુ આ વિદાય નો સમય આવતા ની સાથે જ તમામ લોકોને આંખમાંથી આંસુ જોવા મળે છે. રાધિકા મર્ચન્ટના પિતાની આંખમાં એક તરફ ખુશીના તો એક તરફ દુઃખના આંસુ જોવા મળ્યા હતા પરંતુ અંબાણી પરિવારનો પ્રેમ જોઈ સમગ્ર મર્ચન્ટ પરિવારે નિરાંત અનુભવી હતી. આ ભાવુંક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોની આંખમાંથી આંસુ જોવા મળ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *