કેનેડા જોવાના વિઝા ન મળતા મહિલાએ માની માં મોગલની માનતા, અને એવો ચમત્કાર થયો કે સૌ ચોંકી ઉઠયા
માં મોગલના પરચા અપરંપાર છે. કહેવાય છે કે, માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે. અત્યાર સુધીમાં લાખો ભક્તોને માં મોગલે પોતાના પરચા બતાવ્યા છે. જો સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
માં મોગલને કોઈપણ પ્રકારના દાનભેટની જરૂર નથી. માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે. ત્યારે આજે કબરાઉમાં બેઠેલી માં મોગલના વધુ એક પરચા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. વાત કરીએ તો એક મહિલા 5 હજાર રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચી હતી.
અહીં મહિલાએ માં મોગલના આશીર્વાદ લીધા હતા અને અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મહિલાએ જણાવ્યું કે, તેમના પરિવારને છેલ્લા ઘણા સમયથી કેનેડા જવું હતું. પરંતુ, કેનેડા જવાના વિઝા આવતા ન હતા. માટે વિઝા આવી જાય તે માટે મેં માં મોગલની માનતા માની હતી.
મહિલાએ જણાવ્યું કે, મેં એક વાગે સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને માતાજીની માનતા માની અને ચાર વાગે પરિવારના બધા સભ્યોના એકસાથે વિઝા આવી ગયા હતા. આ ચમત્કાર જોઈને આખું પરિવાર ચોકી ઉઠ્યું હતું. બાદમાં પરિવારના સભ્યો પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉધામ પહોંચ્યા હતા.
વિઝા આવી જાય તો મહિલાએ 5000 રૂપિયા માતાજીના ચરણમાં અર્પણ કરવાની માનતા કરી હતી. મણીધર બાપુ મહિલાને કહે છે કે, 151 વખત માં મોગલે તારી માનતા સ્વીકારી છે. આ રૂપિયા તારી દીકરીને આપી દેજે માં મોગલ તારું ભલું કરશે.