|

બ્રેસ્ટ કેન્સરથી પીડિત અભિનેત્રી હીનાખાને હોસ્પિટલમાંથી શેર કર્યો વિડિયો ચાહકોને આપ્યા ખુશીના સમાચાર

થોડા સમય પહેલા બોલીવુડની અભિનેત્રી હિનાખાને સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી જેમાં તે કેન્સરથી પીડિત છે તેવું તેમના ચાહકોને કહ્યું હતું. આ સમાચાર સાંભળતા ની સાથે જ તેમના તમામ ચાહકો ખૂબ જ ભારે ચિંતામાં મુકાયા હતા. અભિનેત્રી હાલમાં જ હોસ્પિટલમાંથી પોતાના એક વિડીયો શેર કર્યો છે.જેમાં તે બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા હીનાખાને જણાવ્યું હતું કે મારું કેન્સરનું નિદાન થયા બાદ પણ હું એવોર્ડ ફંક્શનમાં ગઈ હતી જેથી મને હવે મારા જીવનમાં બધું જ સામાન્ય લાગતું હતું.

હિના ખાનના બ્રેસ્ટ કેન્સરના સમાચાર સાંભળતા ની સાથે જ તેમના ચાહકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની હતી. અભિનેત્રીની ચિંતા તેમના ચાહકોને ખૂબ જ રહે છે આ કારણથી જ તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના સ્વાસ્થ્ય વિશેના સમાચાર આપતી રહે છે જેથી તે તેમના ચાહકો સાથે પણ હંમેશા જોડાયેલી રહે. અભિનેત્રી હાલમાં તસવીરો શેર કરતાં જણાવ્યું હતું કે તેને પોતાના કેન્સર વિશે ખબર હોવા છતાં પણ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ પોસ્ટ સેકંડોમાં જ લાખો લોકોએ જોઈ હતી અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી.

આ સાથે અભિનેત્રી એ વધુ જણાવતા કહ્યું હતું કે જ્યારે હું આ એવોર્ડ નાઈટમાં ગઈ ત્યારે મને ખબર હતી કે મને કેન્સર છે. પરંતુ હું માત્ર મારા માટે જ નહીં પરંતુ દરેક માટે વસ્તુઓને સામાન્ય રીતે લેવા માંગતી હતી. આ તે દિવસ હતો જેના પછી બધું બદલાઈ ગયું. આ દિવસથી. આગળ, મેં આ રોગને મારા માટે એક પડકાર તરીકે લીધો હતો, જે મારા પ્રથમ કીમો પહેલા મને આ એવોર્ડ મળ્યો હતો, પરંતુ તે મારી જાતને ખાતરી આપવા માટે હતો કે મેં મારા માટે નક્કી કરેલા તમામ માપદંડો પૂરા કર્યા હતા. ” હિના ખાને આગળ લખ્યું, “મેં એવોર્ડમાં હાજરી આપી હતી અને ત્યાંથી હું મારા પ્રથમ કીમો માટે સીધી હોસ્પિટલમાં ગઈ હતી. હું તમને બધાને વિનંતી કરું છું કે જીવનમાં આવતા પડકારોને સામાન્ય રીતે લો. આ પછી, તમારા લક્ષ્યો નક્કી કરો અને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. માર્ગ ગમે તેટલો મુશ્કેલ હોય હિંમત હારશો નહીં.

અભિનેત્રી આ એવોર્ડ ફંક્શન થી પોતાની કેન્સર ની બીમારીને ભૂલવા માંગતી હતી આ કારણથી જ તેણે એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી ફરીવાર પોતાનું નવું જીવન જીવવાનો એક પ્રયાસ કર્યો હતો. આ સમાચાર સૌપ્રથમ લોકોને અફવા લાગતી હતી પરંતુ હિના ખાને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી કહ્યું હતું કે મને બ્રેસ્ટ કેન્સર થયું છે પરંતુ આપ સૌના સાથ સહકારથી હું જલ્દીથી સાજી થઈ આપના સમક્ષ આવીશ પરંતુ ત્યાં સુધી આપ સૌના સાથ સહકાર અને પ્રેમની મારે જરૂર છે જે તમે મને આપશો તેવી હું આપ સૌ પાસે આશા રાખું છું.ચાહકોએ પણ બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન પૂરતો સાથ સહકાર આપી અભિનેત્રી ની ઈચ્છા ને પૂર્ણ કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *