WWE કુસ્તી બાજ “ધ ગ્રેટ ખલી” અનંત અંબાણીના લગ્નમાં રહ્યા હાજર મુકેશ અંબાણી, શાહરુખ ખાન, અનિલ કપૂર, જસપ્રીત બુમરાહ સાથેની જુઓ ખાસ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી આશીર્વાદ સમારોહ અને રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ ઉત્સવનું આયોજન થયું હતું.જેમાં ભૂતપૂર્વ WWE કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીએ પણ અનંત અને રાધિકાની શુભ આશીર્વાદ ઇવેન્ટમાં હાજરી આપી હતી. પરંતુ હાલમાં ખલી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરેલી તસવીરોએ તમામ લોકોને દંગ કરી દીધા છે. જેમાં તે રાધિકા અને અનંત, મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ,અનિલ કપૂર,શાહરુખ ખાન અને તેમનો પુત્ર સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવતો જોવા મળે છે.

ખલી અંબાણી પરિવારના આ ફંકશનમાં તે બ્લેક સૂટ અને સફેદ શર્ટમાં સજ્જ જોઈ શકાય છે. લગ્ન પ્રસંગમાં આવેલા તમામ વ્યક્તિઓમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતા ગ્રેટ ખલી નું નામ સામેલ હતું. આ તસવીરો જોતાની સાથે જ ઘણા લોકોએ અલગ અલગ પ્રતિસાદ આપી મજાક ઉડાવી હતી. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે શાહરુખ ખાન અને તેનો પુત્ર ગ્રેટ ખલી સાથે ફોટોગ્રાફી કરાવી રહ્યો છે એ સમયે શાહરુખ ખાનના પુત્રની આખો બંધ જોવા મળે છે આ કારણથી ઘણા લોકોએ કહ્યું હતું કે આ અત્યારે કયા નશામાં છે. આમ કહી હાસ્ય કોમેન્ટ કરી હતી.

એક ચાહકે કોમેન્ટ કરી “ભાઈ જોન સીના કે સાથ પિક નિકાલ થા ભાઈ તમારે જ્હોન સીના સાથેની તસવીર પોસ્ટ કરવી જોઈતી હત અન્ય એક ચાહકે લખ્યું.ખલી સર આપ ને જોહ્ન સેહના સે બાત નહી કી ક્યા? શાદી મેં ખલી સર શું તમે લગ્ન વખતે જોન સીના સાથે વાત કરી ન હતી.” લગ્નના તહેવારો પર કટાક્ષ કરતી વખતે, એક યુઝરે લખ્યું, “ખલી ઇન્સ્ટા પી 1 સાલ તક અનંત અંબાણી શાદી કી રીલ ચલેગી.અનંત અંબાણીના લગ્નની રીલ લગભગ એક વર્ષ સુધી ખલીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે આ લગ્નમાં જોન સીના પણ હાજર રહ્યો હતો પરંતુ ખલી આવતાની પહેલા જ તે પોતાના દેશ પાછો ગયો હતો પરંતુ તમામ લોકોએ આ બંનેની જોડીને એક સાથે જોવાનું સપનું પણ કોમેન્ટ ના માધ્યમ દ્વારા દર્શાવ્યું હતું.

આ બાદ ખલીએ મુકેશ અંબાણી સાથે પણ ફોટોગ્રાફી કરાવી હતી ઘણા બધા વ્યક્તિએ લખ્યું હતું કે દુનિયાના સૌથી મોટા વ્યક્તિઓ એક જ તસવીરોમાં આજે સમાઈ ગયા છે. આ બાદ અનંત અને રાધિકાએ પણ ગ્રેટ ખલી સાથે મુલાકાત કરી તેમની સાથે ઘણો ખરો સમય વિતાવ્યો હતો. ખલી ની હાજરી અંબાણી પરિવારના પ્રસંગ માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની હતી આ તસવીરોને ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ કરવામાં આવી છે હાલમાં ગ્રેટ ખલી ની અંબાણી પરિવાર સાથેની મુલાકાત ખૂબ જ અદભુત અને આનંદમય રહી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *