ગરમીના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મહત્વની આગાહી
હાલમાં સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો તડકો તમામ લોકોને ખૂબ જ હેરાન કરી રહ્યો છે દર વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું જોર સતત વધી રહ્યું છે તેથી હવે તમામ લોકો ગરમીથી છુટકારો મેળવવા માંગે છે હવે એક મહિના બાદ ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે. વરસાદનો અંદાજ ઉનાળાની સિઝનથી જ લાગી રહ્યો છે કારણ કે આ વર્ષે ગરમીનું જોર વધારે હોવાથી ચોમાસામાં વરસાદ વધારે પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદ ને લઇ અને આગાહી કરતા હોય છે ત્યારે તેમણે હાલમાં જ કહ્યું છે કે જૂન મહિનામાં સમગ્ર ગુજરાત તથા અન્ય રાજ્યોમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ વર્ષે ગરમી સાથે સાથે વરસાદ પણ દર વર્ષ કરતા વધારે વરસી શકે છે. આ સાથે સાથે પણ ખેડૂત વર્ગ વરસાદની શક્યતાઓને આધારે પાકનું વાવેતર કરતા હોય છે જેને કારણે વરસાદની રાહ અને આગાહી ની અસર વધારે ખેડૂત વર્ગને પડતી હોય છે.
પરંતુ હાલમાં અંબાલાલ પટેલ ના આગાહી અનુસાર ચોમાસુ દર વર્ષ કરતાં વધારે સારું રહે તેવી શક્યતા છે જેને કારણે ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરબ દેશોમાંથી વધારે પવન ફૂંકાવવાને કારણે એપ્રિલ અને મે મહિનામાં છૂટો છવાયો વરસાદ અનેક જગ્યાએ જોવા મળી શકે છે. આ સાથે હવામાનમાં પણ ઘણો ફેરફાર જોવા મળશે. ભારે પવન અને વંટોળને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકવાની પણ શક્યતા છે જેને કારણે ખેડૂતના પાકને પણ નુકસાન થઈ શકે છે.
પરંતુ હાલમાં તો ચોમાસા પહેલા જ ગરમીનું જોર સતત ગુજરાતના અનેક શહેરોમાં વધી રહ્યું છે છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જેવા શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયુ હતું. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું પરંતુ હાલમાં તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા પહેલા જ અનેક આગાહીઓ વરસાદને લઈ વ્યક્ત કરી છે.