ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સર્જાઈ શકે છે વરસાદના કારણે સૌથી મોટી તબાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી

હાલ ગુજરાતમાં વરસાદને કારણે ગુજરાતના દરેક નાના-મોટા ગામડામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે જ્યારે ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ વરસાદને લઈ અનેક આગાહીઓ વ્યક્ત કરી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જુલાઈ મહિનામાં વરસાદે ચારે કોર તબાહી સર્જી દીધી હતી.

જેને લઇ અંબાલાલ પટેલ હવે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ માટે આગાહીઓ વ્યક્ત કરી છે. બે થી પાંચ ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના દરેક નાના-મોટા ગામડાઓમાં બે થી ત્રણ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો જેમાં નવસારીના ખેર ગામમાં 2.5 ઇંચ અને ડાંગના નાના-મોટા ગામડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ દરેક નાના મોટા શહેરો અને ગામડાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેને કારણે ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડા ના કપડવંજ અને નડિયાદમાં 1:45 ઇંચ વરસાદ નોંધાયો હતો. સવાર સવારમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનાના આવનારા 10 દિવસોમાં સુરત નવસારી વલસાડમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે તાપી દમણ ડાંગ દાદરા નગર મા પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ચાર ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી દરેક શહેરો અને ગામડાઓમાં વરસાદનું પ્રમાણ વધવાની પણ શક્યતા છે જેને કારણે તમામ લોકોને સાવચેત રહેવાનું જણાવ્યું હતું આ સાથે જ બચાવ કામગીરીની ટીમ પણ સતર્ક થઈ ચૂકી છે.અંબાલાલે કહેવા અનુસાર નક્ષત્રમાં ફેરફાર થવાને કારણે પણ વરસાદ વાતાવરણ સર્જાઈ શકે છે તેમાં પણ આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આને કારણે વરસાદ યથાવત રહેશે.

3થી10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે અને 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. અંબાલાલે વધુમાં જણાવ્યું- 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે તાપી-નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *