હે ભગવાન બચાવી લેજે!! ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને થઈ શકે છે મોટું નુકસાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી ભયંકર આગાહી
હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમી નો સામનો કરી રહ્યો છે ગુજરાતના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ હાલમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ ભયંકર આગાહી વ્યક્ત કરી છે જેને કારણે ખેડૂત વર્ગમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અવારનવાર હવામાનને લઈ અનેક આગાહીઓ વ્યક્ત કરતા હોય છે. એપ્રિલ મહિનાના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવનારા પંદર દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. તેની સાથે સાથે ભારે પવન સાથે વાવાઝોડાની પણ આ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને કારણે સમગ્ર ખેડૂત વર્ગ ભારે ચિંતામાં મુકાયો છે. કારણ કે ચોમાસામાં થતા પાકને ભારે નુકસાન પહોંચી શકે છે.
જોકે આ વખતે તાપમાન વધારે હોવાથી વરસાદ નું પ્રમાણ પણ વધારે રહેશે. પરંતુ હાલમાં ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેને કારણે તમામ લોકોને ગરમીમાંથી છુટકારો મળશે પરંતુ ખેડૂત વર્ગને ભારે નુકસાનનું સામનો કરવો પડી શકે છે.
પરંતુ આવનારા સમયમાં હવામાનના ફેરફારને કારણે વરસાદ યોગ્ય પ્રમાણમાં આવે તેવી ઈચ્છા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં સતત વધતી ગરમીને કારણે વરસાદ કેવુ રૂપ ધારણ કરી શકે છે .