અંબાણી પરિવાર ના લગ્ન ફંકશનમાં ગુજરાતી સિંગર કિંજલ દવે રાસ ગરબાની રમઝટ જમાવશે સોશિયલ મીડિયામાં સ્ટોરી શેર કરી આપ્યા સમાચાર

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારને ઘર આંગણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માટે તમામ ફંકશનનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ટૂંક જ સમયમાં 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે.

આ લગ્ન માટે દેશ-વિદેશના તમામ મહેમાનો બિઝનેસમેન બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી તથા અન્ય પરિવારજન સગા સંબંધી મિત્ર પણ હાજર રહેશે. થોડા સમય પહેલા જ અંબાણી પરિવાર એ સંગીત સંધ્યા અને સ્ટેજ પરફોર્મન્સ માટે પોપ સ્ટાર જસ્ટિન બીબરને 84 કરોડ જેટલા રૂપિયા ચૂકવ્યા હતા આ પર્ફોમન્સ તમામ અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ બન્યું હતું ત્યારબાદ જસ્ટિન બીબર અંબાણી પરિવાર સાથે ફોટોગ્રાફી કરાવી હતી અને બેક સ્ટેજ પર અનંત અને રાધિકા સાથે પોતાનો સમય વિતાવ્યો હતો.

આ પહેલા કોકિલાબેન અંબાણી તરફથી રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના સૂરના તાલે તમામ અંબાણી પરિવાર સહિત અનેક સગા સંબંધી અને મિત્રો ગરબાના તાલે મન મૂકીને જુમ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારમાં કોઈ પણ ફંકશન ગરબા અને ડાન્સ વગર અધૂરા રહે છે તેથી જ સંગીત સેરેમની ના કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવાર એ શાહરુખ ખાનના લોકપ્રિય ગીત દીવાનગી દીવાનગી પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ પરિવારની મહિલાઓએ ડ્રામા ક્વીન ગીત પર ડાન્સ કરી તમામ લોકોને ખુશ કરી દીધા હતા.

આ સ્ટેજ પરફોર્મન્સમાં અન્ય બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ પણ જોડાયા હતા આ કારણથી જ રાસ ગરબા અને સંગીત સંધ્યાની શોભા વધારે ખીલી હોતી હતી પરંતુ લગ્નના દિવસ પહેલા અંબાણી પરિવાર હજુ એકવાર રાસ ગરબાનું આયોજન કર્યું છે તેમાં ગુજરાતી સિંગર કિંજલ દવેને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ સમાચાર કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ થી સ્ટોરી દ્વારા આપ્યા હતા. જેમાં લખ્યું હતું કે “RADHIKA & ANANT MOSALU PERFORMING TONIGHT AMBANIES & MERCHANTS”આમ તેમના ચાહકોને કહ્યું હતું કે તેઓ અંબાણી પરિવારના ફંકશનમાં હાજરી આપવા જઈ રહ્યા છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર ગુજરાતી કલાકારોને હંમેશા માન સન્માન અને પ્રેમ આપતો રહ્યો છે આ પહેલાં પણ આદિત્ય ગઢવી ઓસમાન મીર પાર્થિવ ગોહિલ જેવા કલાકારોએ અંબાણી પરિવારના ફંકશન અને રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ બાદ હવે થોડા સમયમાં કિંજલ દવે પણ અંબાણી પરિવારના ઘર આંગણે રાસ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપી તમામ લોકોને ગરબાની રમઝટમાં મોહિત કરશે. આ માટે છેલ્લી સ્ટોરીમાં કિંજલ દવે પોતાનો લુક પણ સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે શેર કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *