આ તે વળી કેવા લગ્ન!! ભૂત પ્રેતના વસ્ત્રો પહેરી કન્યા પક્ષે વરરાજાનું સ્વાગત કર્યું, કાળ ચોઘડિયામાં લગ્ન કરી સ્મશાનમાં આપ્યો ઉતારો
આપણે આસપાસ ઘણીવાર અનોખા લગ્ન જોવા મળતા હોય છે. કે જેની વિશે સાંભળી આપણે પર થોડી વાર માટે વિચારમાં પડી જતા હોઈએ છીએ. આવા જ એક અનોખા લગ્ન રાજકોટના રામોદ ગામે યોજાયા હતા કે જે લગ્નની ચર્ચા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે.

કારણ કે આ લગ્ન કોઈ મોટા પાર્ટી પ્લોટમાં કે વિલામા નહીં પરંતુ સ્મશાનમાં યોજાયા હતા તથા જાનનો ઉતારો પણ સ્મશાનમાં આપવામાં આવ્યો હતો. આ લગ્ન તદ્દન ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ યોજવામાં આવ્યા હતા. રામનવમીના પાવન પર્વ નિમિત્તે કાળ ચોઘડિયામાં વર કન્યાએ ઊંધા ફેરા ફરી લગ્ન કર્યા હતા.

આમ તો લગ્નમાં કન્યા પક્ષના લોકો જાનનું સ્વાગત ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે કરતા હોય છે પરંતુ અહીં કન્યા પક્ષના લોકોએ ભૂત પ્રેતના વસ્ત્રો ધારણ કરી ખૂબ જ ભયાનક અંદાજમાં જાન તથા વરરાજા નું સ્વાગત કર્યું હતું. દુલ્હનને પણ કોઈ ચણિયાચોળી નહીં પરંતુ કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા.

વર કન્યાએ અગ્નિની સાક્ષીએ સોગંદ લેવાની જગ્યાએ બંધારણના સોગંદ લીધા હતા. આ લગ્નનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આજના સમયમાં રહેલી ખોટી માન્યતાઓ દૂર થાય અને લોકો અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે તેવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. રાજકોટના રામોદ ગામે યોજાયેલા આ અનોખા લગ્નએ લોકો વચ્ચે એક રહસ્ય બનાવી દીધું હતું.

આ લગ્નમાં વર અને કન્યાના પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. કન્યા પક્ષને ભૂત પ્રેતના વસ્ત્રોમાં જોઈ જોનારા લોકો પણ વિચારમાં પડી ગયા હતા તથા જાન નો ઉતારો સ્મશાનમાં આપવામાં આવ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકોએ પોતાના અલગ અલગ મંતવ્ય આપ્યા હતા.
