પોતાના લગ્ન માટે ટીવી શોની આ મશહૂર અભિનેત્રી હંમેશા માટે એક્ટિંગ છોડી દેશે નામ જાણી ચાહકો પણ ખૂબ નારાજ થઈ ગયા
હાલમાં અનેક ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સાથે ટીવી એક્ટર પણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેવામાં લગ્નને લીધે વધુ એક ટીવી એક્ટર ટીવી શો છોડી રહી છે. આ સમયગાળા વચ્ચે ગોવિંદાની ભત્રીજી પણ પોતાના લગ્ન માટે ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહી છે. તેની સાથે સાથે પ્રખ્યાત ટીવી શો ભાગ્યલક્ષ્મી સિરિયલ ની અભિનેત્રી માયરા મિશ્રા હવે ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધ થવા જઈ રહી છે.

માયરા મિશ્રાનો સમગ્ર પરિવાર તેના લગ્ન માટેની તૈયારીમાં લાગી ચુક્યો છે. આ પહેલા તે તેના બોયફ્રેન્ડ રાજુલ યાદવ સાથે સગાઈ કરી પોતાના નવા જીવનની શરૂઆત કરશે. આ સગાઈ અને લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે જેમાં ટીવી સેટના અનેક કલાકારો અભિનેતા અભિનેત્રીઓ તથા બોલીવુડ હોલીવુડ સુપરસ્ટાર પણ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવનારી 24 તારીખના રોજ માયરા મિશ્રા પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરશે. સમગ્ર પરિવાર માયરા મિશ્રા ની સગાઈ ની તૈયારીમાં લાગી ચૂક્યો છે. માયરા મિશ્રા નો બોયફ્રેન્ડ સ્કિન કેર ડોક્ટર પણ છે. જ્યારે માયરા મિશ્રા ટીવી શો ની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેથી બંનેની જોડીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તથા તેના ચાહકો પાસેથી પણ ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. માયરા મીશ્રાએ સગાઈ ની જાહેરાત કરતાની સાથે જ તમામ ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌપ્રથમ આ બંને 2022 માં તેના મિત્રના લગ્નમાં મળ્યા હતા ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અને આ જ પ્રેમ સંબંધને આગળ વધારવા માટે બંને લોકોએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ હજુ સુધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી તમામ ચાહકો તેના લગ્ન માટે ખૂબ જ ઉત્સુક છે.
માયરા મિશ્રા એ લગ્ન પહેલા ખુલાસો કર્યો હતો કે તે મુંબઈ છોડી પોતાના બોયફ્રેન્ડ સાથે ગુરુગ્રામ માં લગ્ન કરશે તેથી તેણે મુંબઈ સાથે સાથે એક્ટિંગ છોડવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ હજુ સુધી એક્ટિંગ છોડવાનું સાચું કારણ બહાર આવ્યું નથી પરંતુ હવે તેઓ ટૂંક જ સમયમાં ગુરુગ્રામ માં લગ્ન કરશે.
