આખરે શા માટે કરોડો રૂપિયાનું દાન કરનાર રતન ટાટાએ ભારત દેશ પાસે માંગી મદદ વાંચો સંપૂર્ણ કહાની
આજના સમયમાં સફળ ઉદ્યોગપતિ સાથે એક ઉત્તમ સમાજ સેવક તરીકે રતન ટાટા એ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખની સ્થાપના કરી છે. રતન ટાટા એ તેમની આવકનો મોટાભાગનો હિસ્સો જરૂરિયાતમંદ લોકો પાછળ ખર્ચ કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ દર વર્ષે ભારત દેશમાં કરોડો રૂપિયાનું દાન કરે છે. આ કારણથી જ રતન ટાટા એ તમામ ભારતીય ના દિલમાં વિશિષ્ટ જગ્યા મેળવી છે.
આ સાથે રતન ટાટા માત્ર માનવ માટે નહીં પરંતુ પશુ પક્ષી માટે પણ હંમેશા સેવા કાર્ય કરતા રહે છે. ફરીવાર પોતાના સેવા કાર્ય માટે રતન ટાટા એ ભારત દેશ પાસે મદદની આશા વ્યક્ત કરી છે. હાલના સમયમાં અનેક અબોલ જીવ એક ગંભીર બીમારીનો શિકાર બન્યા છે તેને બચાવવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં રક્તદાન ની જરૂર હોવાથી રતન ટાટા એ લોકો પાસે પોતાનો હાથ લંબાવ્યો છે અને આ પ્રાણીઓનો બચાવ શક્ય બને તે માટે મદદની માંગ કરી છે.
આ સેવા કાર્ય માટે રતન ટાટા હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી છે અને તેમાં સાત મહિનાના અબોલ જીવ માટે મદદ માટે પોતાનો હાથ લંબાવ્યો હતો. આ અબોલ જીવ ખૂબ જ ગંભીર બીમારીનો શિકાર બની ગયો છે. હાલમાં આ ડોગ પ્રાણીના દવાખાનામાં સારવાર લઈ રહ્યો છે. આ ડોગ ના બચાવ માટે રક્તની રતન ટાટા એ માંગ કરી છે. રતન ટાટા એ કહ્યું હતું કે હાલમાં તેને બચાવવા માટે તેની જેવા જ ડોગના રક્તની જરૂર છે જો તમારા ધ્યાનમાં કોઈ આવો ડોગ હોય તો મદદ કરવાની અપીલ કરું છું. આપણે જેવી રીતે કોઈ અન્ય વ્યક્તિ માટે રક્તદાન કરીએ છીએ તેવી જ રીતે આ ડોગ ને આજે પોતાનો જીવ બચાવવા માટે ડોકટર ની જરૂર છે તેથી આપ સૌ લોકો સાથ સહકાર આપશો તેવી આશા રાખું છું.
આ સાથે રતન ટાટા એ ડોગ માટે રક્તદાનની અમુક શરતો પણ શેર કરી હતી જે આ મુજબ છે. રક્તદાતા ડોગ ની ઉંમર એક થી આઠ વર્ષની હોવી જોઈએ. ડોગ નું વજન 25 કિલો કે તેથી વધુ હોવું જોઈએ. ડોગ સંપૂર્ણ કૃમિનાશક અને સંપૂર્ણ રસી આપેલી હોવી જોઈએ. તાજેતરમાં તે કોઈપણ બીમારીથી પીડિત ન હોવો જોઈએ. શરીર પર કોઈ પણ જાતના જંતુ ના હોવા જોઈએ અને તેને કોઈપણ તાવ છેલ્લા છ મહિનામાં ન આવ્યો હોય. આ સેવા કાર્યમાં રતન ટાટાએ મુંબઈ વાસીઓ પાસે ખાસ મદદની આશા વ્યક્ત કરી હતી.
આ રક્તદાન માટે રતન ટાટા એ નંબર પણ આપેલો છે કે જે (70 2185 0400) આ મુજબ છે. રતન ટાટાની એક પાલતુ પ્રાણી પ્રત્યે આવો ભાવ અને પ્રેમ જોઈ તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા તથા જલ્દીથી આ ડોગ સાજો થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. હાલમાં તો તમામ લોકોએ આ ડોગ ને બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે આપણે સૌ લોકો આશા રાખીએ છીએ કે આ ગંભીર બીમારીથી પીડિત બનેલા ડોગની જલ્દીથી સારવાર થઈ તે સાજો થઈ શકે. ખરેખર રતન ટાટા આજે એક સફળ ઉદ્યોગપતિ સાથે ઉત્તમ સમાજસેવક પણ રહ્યા છે જે આપણા ભારત દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે.