એક સમયે રેલ્વે સ્ટેશન પર ટિકિટ કલેક્ટરની નોકરી કરનાર મહારાષ્ટ્રનો આ ખેલાડી ઓલમ્પિકમાં લાવ્યો ત્રણ મેડલ, જાણો શું છે તેમની સંઘર્ષ કહાની
પેરિસ ઓલમ્પિક 2024 માં ભારતના અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી મનુ ભાકર એ શૂટર સ્પર્ધામાં જીત મેળવી બ્રોન્ઝ મેડલ જીતી સમગ્ર ભારત દેશને ગર્વ અપાવ્યું છે. આ સાથે ભારતે વધુ એક મેડલ જીતવામાં સફળતા મેળવી છે.જેમાં સ્વપ્રિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં 451.4 ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે સ્વપ્રિલ એ ઇતિહાસ રચી દીધો હતો કારણ કે એ ઓલમ્પિકના ઇતિહાસમાં આ ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ પુરુષ બની ગયો છે.આપને જણાવી દઈએ કે ઓલમ્પિકમાં આ ખેલાડીએ એક બે નહીં પરંતુ ત્રણ મેડલ જીતી લીધા છે.
28 વર્ષના આ ખેલાડીએ અહીં સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે તેમના જીવનની કહાની સરળ રહી ન હતી. કારણકે તેમને તેમના જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે તે રેલવેમાં કલેકટર ની નોકરી કરતો હતો અને તેમને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસેથી ખૂબ જ પ્રેરણા મેળવી છે અને તેમના માર્ગદર્શન પર ચાલી જીવનમાં સતત આગળ વધ્યો છે.
તે વર્ષ 2012 થી આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. જોકે અહીં સુધી પહોંચવા માટે તેને 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ઓલમ્પિક 2024 માં ત્રણ મેડલ જીતનાર ખેલાડી ના મહેન્દ્રસિંહ ધોની હંમેશા માટે પ્રેરણાદાયક રહ્યા છે તે તેને પોતાના જીવનનો રોલ મોડલ માને છે. એટલું જ નહીં પરંતુ હંમેશા તેમની જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરતો રહે છે.
મહેન્દ્રસિંહ ધોનીની જેમ જ આ ખેલાડી પણ પહેલા રેલવે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર હતો. આ સાથે તેમને પોતાના એક ઇન્ટરવ્યૂમાં શૂટિંગ પ્રત્યેના પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે શૂટિંગની સ્પર્ધામાં હંમેશા મન શાંત રહેવું ખૂબ જ જરૂરી છે. મારા પ્રેરણાદાયક મહેન્દ્રસિંહ ધોની પણ સ્ટેડિયમમાં હંમેશા મેચ વખતે શાંત રહે છે. હું તેમને ખૂબ જ પસંદ કરું છું તથા તેમનું મુવી મહેન્દ્રસિંહ ધ untold story મેં ઘણી બધી વખત જોઈ છે અને તેમાંથી જ મને મારા જીવનમાં ખૂબ જ પ્રેરણા પ્રાપ્ત થઈ છે.
ઓલમ્પિક 2024માં ત્રણ મેડલ જીત્યા બાદ ખેલાડીએ પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે ફાઇનલમાં 451.4 પોઇન્ટ મેળવ્યા હતા. હું મારા ભારત દેશ માટે મેડલ જીતીને ખૂબ જ ખુશ છું. ફાઇનલ દરમિયાન હું ખૂબ જ ચિંતામાં હતો અને નર્વસ પણ થઈ ગયો હતો. મારા હૃદયના ધબકારા ખૂબ જ વધી ગયા હતા. ભારત દેશ એ પ્રથમ વખત ઓલમ્પિકમાં એકસાથે ત્રણ મેડલ જીત્યા છે.
આ ખેલાડી અને તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેનો જન્મ પુણેના મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતા શિક્ષક તરીકેની ફરજ બજાવે છે જ્યારે માતા ગામના સરપંચ રહી ચૂક્યા છે. પિતાના માર્ગદર્શન પર ચાલી એમનો ભાઈ પણ હાલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યો છે માત્ર એટલું જ નહીં પરંતુ ખેલાડીના બાળપણથી જ મહેન્દ્રસિંહ ધોની પ્રેરણાદાયક રહ્યા છે આ કારણથી જ તેમણે પોતાના જીવનની શરૂઆત ટિકિટ કલેક્ટરથી જ કરી હતી અને આજે તેમને સમગ્ર ભારત દેશની ગર્વ અપાવ્યું છે.